તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd April 2025
જનસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી ફીરોઝભાઇ ચારણીયાના આવતીકાલે જન્મદિવસ

રાજકોટ તા. રઃ જનસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી ફીરોઝભાઇ ચારણીયાનો આવતીકાલે તા. ૩ એપ્રિલનાં જન્મ દિવસ છે. ફીરોઝભાઇ ટ્રસ્ટના સ્થાપનાકાળથી સેવા આપી રહ્યા છે. શ્રી જનસેવા ટ્રસ્ટ કે જે નાત જાતના ભેદભાવ વગર દર્દીઓને મેડીકલ ક્ષેત્રે સહાય આપે છે. જીવદયા ક્ષેત્રે પોતે દરરોજ કીડીઓને કીડીયારૂ, કબૂતરને ચણ, કાબરને ગાંઠીયા વગેરે ખવડાવી પુણ્યનું ભાથું બાંધતા રહે છે. કેમીકલનો વ્યવસાય ધરાવનારા ફીરોઝભાઇ વિશાળ મિત્ર વર્તુળ ધરાવે છે. જન્મદિન નિમિતે જનસેવા ટ્રસ્ટના અજયભાઇ વખારીયા, સમીરભાઇ કામદાર, હરેશભાઇ વીંછી, પંકજભાઇ કાપડીયા, કીશોરભાઇ પારેખ, ડો. દીપક રાયચુરા, ડો. નિશીત સંઘવી વગેરે તેમજ દરેક સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાભાઇઓ બહેનો દ્વારા ફીરોઝભાઇ ચારણીયાના મો. ૯૮રપ૪ ૬૯૬ર૮ ઉપર શુભેચ્છા આપી રહ્યા છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
