News of Tuesday, 15th April 2025
એડવોકેટ રવિન્દ્ર અઘારાનો જન્મદિવસઃ ૪૦ પુરા કરી ૪૧માં પ્રવેશ

રાજકોટઃ શહેરમાં પ્રેકટીસ કરતા અને જાણીતા એડવોકેટશ્રી રવિન્દ્ર ડી. અઘારાનો આજે જન્મદિવસ છે, તેઓ તેમના જીવનના ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે. તેઓએ પોતાની વકિલાત સ્વ.શ્રી શૈલેષભાઇ પરસોંડા સાથે શરૂ કરી હતી અને આજે સ્વતંત્ર રીતે રેવન્યુ ક્ષેત્રમાં તથા વિવિધ બેંકોમાં પેનલ એડવોકેટ તરીકે છેલ્લા ૧૨ વર્ષથી પોતાની વિશેષ સેવાઓ આપી રહયા છે. સાથો-સાથો તેમની ફર્મ ધનંજય એસોસીએટને પણ આજે ૧ર વર્ષ પૂર્ણ કરેલ છે.
ધનંજય એસોસીએટમાં કાયદાકીય ક્ષેત્રે વધુ સારી સેવા પુરી પાડવા તેમની સાથે એડવોકેટ શ્રી ધ્રુપાલસિંહ ડી. જાડેજા તથા એડવોકેટ શ્રી ઋતુરાજસિંહ ડી. ઝાલા જોડાયેલા છે. અને કાયદાકીય સેવાનું વિસ્તૃતીકરણ કરેલ છે. આજે તેમના જન્મદિવસ નિમીતે તેમના મિત્રવર્તુળ મો.૯૮૨૪૯ ૭૩૨૫૨ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહયા છે
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
