<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

પૂર્વ કોર્પોરેટર અને જાણીતા આર્કીટેકટ ધમેન્‍દ્ર મિરાણીનો જન્‍મદિન

રાજકોટઃ પૂર્વ કોર્પોરેટર અને જાણીતા આર્કીટેકટ શ્રી ધર્મેન્‍દ્ર અમૃતલાલ મિરાણીનો આજે જન્‍મદિવસ છે.તેઓએ બી.ટેક. સીવીલ એન્‍જીનીયર, માસ્‍ટર ઇન અર્ર્બન પ્‍લાનીંગનો અભ્‍યાસ કર્યો છે. રાષ્‍ટ્રપતિ ચંદ્રક વિજેતા છે. સંઘના પ્રથમ વર્ષ શિક્ષિત સ્‍વયં સેવક, ૧૯૯૦માં અયોધ્‍યા  કારસેવા, ૧૯૯૨માં કાશ્‍મીર એકતા યાત્રામાં ભાગ લીધેલ. કન્‍સલ્‍ટીંગ સીવીલ એન્‍જીનીયર્સ એસોસીએશન રાજકોટના પ્રમુખ તરીકેની જવાબદારી ત્રણ ટર્મ (૯ વર્ષ), નિભાવેલ  ભાજપ વાર્ડ પ્રમુખ બે ટર્ર્મ (છ વર્ષ)  અન્‍ય વોર્ડ પ્રભારી એક ટર્મ (દસ વર્ષ), જગ્‍યા રોકાણ, ટાઉન પ્‍લાનીંગ તથા ડ્રેનેજ કમિટિના ચેરમેન તરીકેની સેવા આપેલ.

વડાપ્રધનાશ્રી નરેન્‍દ્રભાઇ મોદી પોતાની પહેલી ચુંટણી રાજકોટમાંથી લડયા હતા જેમાં વાર્ડના ચુંટણી ઇન્‍ચાર્જ તરીકેની જવાબદારી નિભાવેલ તેમજ તેમના મત ગણતરીના કાઉન્‍ટીંગ એજન્‍ટ તરીકેની કામગીરી કરેલ. ધર્મેન્‍દ્ર મીરાણીને જન્‍મદિને તેમના મો.૯૪૨૬૮૧૭૫૫૫ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.(૩૮.૨૬ં)

(3:15 PM IST)