<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

નિવૃત્ત પણ પ્રવૃત પૂર્વ સંયુકત સચિવ ભરત વૈષ્‍ણવનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના નિવૃત્ત સંયુકત સચિવ (સચિાવાલય કેડર) શ્રી ભરત વૈષ્‍ણવનો જન્‍મ તા. રર એપ્રિલ ૧૯૬પ ના દિવસે થયેલ. આજે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ગૃહ સહિત વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. ગઢડા અને સુરેન્‍દ્રનગરમાં માહિતી મદદનિશ તરીકે પણ રહી ચૂકયા છે.

શ્રી ભરત વૈષ્‍ણવ હાલ મુંબઇ સમાચાર, નવ ગુજરાત સમય, ગુજરાત ગાર્ડિયન, જયહિન્‍દ પગદંડી સહિત દૈનિકોમાં હાસ્‍યલેખની કોલમ લખે છે. સ્‍પીપા કે તેમજ પંચાયતી રાજ તાલીમ કેન્‍દ્રોમાં વિઝીટીંગ ફેકલ્‍ટી તરીકે પણ કાર્યરત છે. હેમ રેડીયો સાથે પચીસ વર્ષ કરતા વધુ વર્ષથી સંકળાયેલ છે. મો. ૯૯૭૮૪ ૦૬૩૭પ ગાંધીનગર

(11:04 AM IST)