<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

સરધારમાં ચેતન પાણને જનાધાર, કારકિર્દી ધુંઆધારઃ હેપ્‍પી બર્થ ડે

 

રાજકોટઃ પુરૂષાર્થી જે લલાટે પ્રસ્‍વેદ પાડે છે. ઘણા પ્રારબ્‍ધને એમ જળ છાંટીને જગાડે છે. આ પંકિત જાહેર જીવનમાં શ્રી ચેતન ગુણવંતભાઇ પાણે સિધ્‍ધ કરી છે. આજે તેમણે ચમકતા-દમકતા જીવનના ૪ર માં વર્ષમાં પગલા પાડયા છે. (જન્‍મ તા. ર૩ એપ્રિલ-૧૯૮૪). સરધાર નિવાસી ગુણવંતભાઇ અને જયાબેનના પુત્રરત્‍ન ચેતન પાણ વર્ષોથી ભાજપના રંગે રંગાયેલા છે. રાજકોટ તાલુકા પંચાયતના સભ્‍ય તરીકે ત્રીજી વખત વટથી ચુંટાયા છે. કારોબારી અધ્‍યક્ષ રહી ચુકયા છે. ચેતન પાણ સરધારના સહકાર ગ્રામ વિકાસ યુવક મંડળના પ્રમુખ તરીકે વર્ષોથી કાર્યરત છે. જીવનસંગીની શ્રીમતિ અસ્‍મિતાબેન અને દિકરો તિર્થ પરિવારની ખુશીની વૃધ્‍ધિમાં નિમિતે બન્‍યા છે.  મો. ૯૪૨૬૪ ૩૦૩૪૫, ૯૮૨૫૯ ૩૦૩૪૫-સરધાર

(11:37 AM IST)