<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

પ્રદેશ ભાજપ કારોબારી સભ્‍ય રમાબેન હેરભાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્‍ય  અને જાણીતી શૈક્ષણિક સંસ્‍થા સેન્‍ટ ગાર્ગી સ્‍કૂલના ચેરમેનશ્રી રમાબેન હેરભાનો આજરોજ જન્‍મદિવસ છે. તેઓ હાલમાં ચાઈલ્‍ડ વેલ્‍ફેર કમિટી (ગુજરાત સરકાર) ના મેમ્‍બર્સ તેમજ ઓલ ઇન્‍ડિયા યાદવ સમાજ ના  કાર્યકારીણી સભ્‍ય તરીકે કાર્યરત છે.તેઓ ડો. સુભાષ એકેડેમી જૂનાગઢ ના ટ્રસ્‍ટી તરીકે કાર્યરત છે. સર્જન ફાઉન્‍ડેશન મહિલા પાંખના પ્રમુખ સહિત સંસ્‍થાઓ સાથે ભાજપના વોર્ડ ન.૨ ના  મહિલા મોરચામા સક્રિય કાર્યકર્તા તરીકે રહી લોકસભા, ધારાસભા , કોર્પોરેશન ની વિવિધ ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવી છે.

સેન્‍ટ ગાર્ગી સ્‍કુલ ના બાળકોને નવી નવી એક્‍ટિવિટી કરાવી ને તેમના મા પડેલી સુષુપ્ત શક્‍તિઓને બહાર લાવવાના પ્રયાસો કરે છે. લોકમેળામાં તેમજ રાષ્ટ્રીય કક્ષાએ જુદી જુદી કૃતિઓમાં બેસ્‍ટ પરફોર્મન્‍સ કરીને અનેક ઇનામો પ્રાપ્ત કર્યા છે. રમાબેન હેરભાનુ જન્‍મ દિવસે   ૯૮૨૫૫૯૦૨૧૩ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(10:33 AM IST)