તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
ભાજપ ગૌસંવર્ધન સેલના સભ્ય કાનાભાઇ ચૌહાણનો જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ માલધારી અગ્રણી શ્રી કાનાભાઇ એમ. ચૌહાણ આજે જીવનના પ૦ વર્ષ પૂર્ણ કરી પ૧ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ રૈયાનગરપાલિકામાં કાઉન્સીલર તરીકે ચુંટાયેલ, સ્લમ કિલયર્સ બોર્ડના ચેરમેન તરીકે જવાબદારી સંભાળેલી હતી. હાલ વોર્ડ નં. ૧૦ ના સક્રિય કાર્યકર અને રાજકોટ શહેર ભાજપ માલધારી સેલના પુર્વ સહકન્વીનર અને તેમજ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળેલ હતી. હાલ રાજકોટ શહેર ભાજપ ગૌ. સંવર્ધન સેલના કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળી રહયા છે. તેઓ કોટેચા ચોકની પ્રાચીન નવદુર્ગા ગરબી મંડળના પ્રમુખ છે. તેમજ છેલ્લા ૩૬ વર્ષથી પ્રચીન ગરબીનું આયોજન કરી રહયા છે. હિંગળાજનગર પ્રધાનમંત્રી આવાસ યોજના ફલેટના પ્રમુખ ગોપાલક સમુહલગ્નસમિતિના સભ્ય તરીકે કાર્યરત છે. (મો. ૯૮૨૫૨ ૮૩૬૪૪)
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
