તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
શિક્ષણ-સાહિત્ય અને સંગીતના ત્રિવેણી સંગમ પિયુષભાઇ હિન્ડોચાનો કાલે જન્મદિન

રાજકોટઃ શિક્ષણપારંગત શ્રી પિયુષભાઇ હિન્ડોચાનો ૩૦ એપ્રિલના રોજ જન્મદિન છે. તેઓ શિક્ષણક્ષેત્રમાં વિવિધ સંસ્થાઓમાં તાલીમ-પ્રેરણાત્મક વ્યાખ્યાન-મતદાર જાગૃતિ વિષયક કાર્યક્રમો, ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ, લશ્કરી ભરતી માર્ગદર્શન વિગેરે કાર્યો નિઃશુલ્ક કરી રહયા છે, સામાજિક સંસ્થાઓમા઼ યોજાતા કાર્યક્રમોમાં સંચાલન-નિર્ણાયક અને કુરિવાજો દૂર કરવા ્પ્રવચનો આપે છે. શાળા અભ્યાસક્રમસુધારણા અને તાલીમ તજજ્ઞ તરીકે સેવા આપી રહયા છે. સંગીત અને વિજ્ઞાન વિષયક આકાશવાણી-દૂરદર્શન પર વાર્તાલાપો અને રચનાઓ રજૂ કરે છે. સ્વ. ઝવેરચંદ મેઘાણી સાહિત્યમાં ખૂબ ઊંડુ ખેડાણ કર્યુ છે. મો. ૯૪૨૮૪ ૬૫૯૮૭
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
