<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

મોવૈયાવાસી જાણીતા જનસેવક ધીરૂભાઇ તળપદાનો જન્‍મદિન

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય

રાજકોટઃ સબંધોની ધરતી પર લાગણી વરસાવી વિશ્વાસની સોડમ પ્રસરાવતા જાણીતા જનસેવક શ્રી ધીરૂભાઇ તળપદા માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. પડધરીની પાડોશમાં આવેલા મોવૈયાના શ્રી ધીરૂભાઇ તળપદાનો જન્‍મ તા. ર૯ એપ્રિલ ૧૯૬ર ના દિવસે થયેલ. આજે ગરવા અને નરવા જીવનના ૬૪ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે.

શ્રી ધીરૂભાઇ તળપદા રાજકીય કારકિર્દીના પ્રારંભે મોવૈયા ગામના સરપંચ હતા એક સમયે રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના સભ્‍ય તરીકે ચુંટાયા હતાં. વર્ષ ર૦૧પ થી ર૦ર૦ સુધી તેમના ધર્મપત્‍ની શ્રીમતી ભાનુબેન જિલ્લા પંચાયતમાં ચુંટાઇને કારોબારી અધ્‍યક્ષ પદ સુધી પહોંચેલા. ગામની સુપ્રસિધ્‍ધ ગરબીના સંચાલનમાં અને લોકોપયોગી સહકારી પ્રવૃતિમાં તેમનો સિંહફાળો છે.

મો. નં. ૯૮૯૮૬ ૯૧૧૧૧ અને ૭૦૪૩૦ ૯૧૧૧૧ મોવૈયા

(11:36 AM IST)