તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 1st May 2025
સેવાનો સંગ, રાષ્ટ્રવાદનો રંગઃ વિનોદ ચોટલિયાનો જન્મદિન સમર્પણ યંગ ગ્રૂપના પ્રમુખ માટે યાદગાર દિવસ

રાજકોટઃ જાણીતી સેવાકીય સંસ્થા સમર્પણ યંગ ગ્રૂપ, સંતકબીર રોડના પ્રમુખ અને બેડીપરા વિસ્તારના ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિના અગ્રણી શ્રી વિનોદ રણછોડભાઇ ચોટલિયા માટે આજે અદકેરા આનંદનો દિવસ છે. તેમનો જન્મ ૧૯૬૮ ના વર્ષની તા. ૧ મે એ થયેલ આજે સેવાભાવીના જીવનના ૫૮માં વર્ષની ડોરબેલ વગાડી છે. તેમણે ૪૨ વખત રકતદાન કરેલ છે. શીશુકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. સંઘના રણછોડનગર વિસ્તારના ધર્મ જાગરણના સંયોજક છે. ચાંદીના વ્યવસાય (મારૂતિ રોલ પ્રેસ) સાથે સંકળાયેલા છે. જય સીયારામ મિત્ર મંડળમાં પણ સેવા આપે છે. મો. ૯૪૨૮૨ ૦૩૨૯૫ અને મો.૮૩૨૦૩ ૮૮૪૫૫ રાજકોટ.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
