<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ધ્રોલ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ, યાર્ડના ડાયરેક્‍ટર અને સ્‍પષ્ટ વકતા નવલભાઈ મુંગરાનો જન્‍મ દિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.રઃ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામના અને પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નવલભાઈ મુંગરાનો આજે જન્‍મ દિવસ છે, શ્રી નવલભાઈ મુંગરા સંગઠનનો જીવ હોય, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખના કાર્યકાળ દરમિયાન ભાજપ સંગઠનની જબરી કામગીરી બજાવી હતી અને ધ્રોલ તાલુકા ભાજપ મહામંત્રી તરીકે પણ નિષ્ઠાથી ફરજનું પાલન કર્યું હતું હાલમાં ધ્રોલ યાર્ડમા ડાયરેક્‍ટર તેમજ ધ્રોલ તાલુકાના એટીવીટી સમિતિ ના સતત બીજી ટર્મ થી સેવા આપે છે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના  ‘સુત્ર કાળજું સિંહ નું રાખો, સાચું કહેવાની હિંમત રાખો, અન્‍યાયની સામે અવિરત લડત ચાલુ રાખો, ઘરની વાત ઘરમાં રાખો' આ સુત્રને જીવન મંત્ર બનાવનાર નવલભાઈ મુંગરા પણ ગમે તેને મોઢા પર સાચી વાત કરીને સ્‍પષ્ટ વકતા તરીકે જાણીતા છે, ત્‍યારે  ભાજપને સમર્પિત એવા નવલભાઈ મુંગરાના મોબાઈલ નં. ૯૨૬૫૨ ૬૮૬૬૯ હોય વિશાળ મિત્ર વર્તુળ, ટેકેદારો, સગાં સંબંધીઓને, ભાજપના કાર્યકરો, આગેવાનો તેમને જન્‍મ દિવસ નિમિત્તે અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(12:55 PM IST)