<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

નાણા વિભાગના અગ્રસચિવ ટી. નટરાજનનો જન્‍મદિન

જામનગરના ભૂતપૂર્વ જિલ્લા કલેકટર

રાજકોટઃ રાજયના નાણા વિભાગના અગ્રસચિવ શ્રી ડો.ટી. નટરાજનનો જન્‍મ તા.૫ મે ૧૯૭૧ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ તામિલનાડુના વતની અને ૧૯૯૬ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી ટી.નટરાજન ભૂતકાળમાં અમરેલી જિલ્લા વિકાસ અધિકારી, જામનગર જિલ્લા કલેકટર, રાજય સરકારના મહેસુલ ઉદ્યોગ, ટેકનિકલ શિક્ષણ વગેરે વિભાગોમાં તેમજ ઇન્‍ટરનેશનલ મોનીટરી ફંડ વોંશીગ્‍ટનમાં વહીવટી નિયામકના સિનિયર સલાહકારી તરીકે રહી ચુકયા છે.

.99784 06048.

(11:22 AM IST)