તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 5th May 2025
NSUIના રાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર દિયાબા રાજપુતનો આજરોજ જન્મદિવસ

રાજકોટઃ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય રાષ્ટ્રીય સંયોજક / દિલ્હી રાજ્યના ઇન્ચાર્જ તથા ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પૂર્વ મહામંત્રી દિયાબા મહેશભાઈ રાજપુતનો આજરોજ ૨૧ મો જન્મદિન છે તેઓ અમદાવાદ ખાતે બી.એ - એલ.એલ.બી નો અભ્યાસ કરી રહ્યા છે, દિયાબાના જન્મદિવસ નિમિતે એઆઈસીસી ના મહામંત્રી અને ગુજરાત ઇન્ચાર્જ મુકુલ વાસનીકજી, એનએસયુઆઈના રાષ્ટ્રીય પ્રમુખ વરુણ ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્ય સભા સંસદ શ્રી શકિત સિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી ભારત સરકાર ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાન પરિષદ વિરોધ પક્ષના નેતા શ્રીઅમિતભાઈ ચાવડા, એઆઈસીસીના મંત્રી અને રાજસ્થાનના ઇન્ચાર્જ ઋત્વિકભાઈ મકવાણા, એઆઈસીસીના જોઈન્ટ સેક્રેટરી નિલેશભાઈ પટેલ(લાલભાઈ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પુર્વ મેયર અને પુર્વ ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી હિંમત સિંહ પટેલ , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ શ્રી ઈન્દ્રવિજય સિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગ ના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહેલ, ગુજરાત એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી સેવાદળ મુખ્ય સંગઠક પ્રગતિબેન આહીર, સહિતના તમામ આગેવાનો કાર્યકરો એ શુભકામનાઓ પાઠવેલ.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
