News of Monday, 5th May 2025
શહેર ભાજપ ઉપપ્રમુખ અને કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયાનો જન્મ દિવસ

રાજકોટઃ શહેર ભાજપના ઉપપ્રમુખ અને કાર્યાલય મંત્રીની વિશેષ જવાબદારી અને કાર્યભાર સંભાળી રહેલા હિતેષભાઇ ઢોરીયાનો આજે જન્મદિવસ છે, તેઓ ૪૬ વર્ષ પૂર્ણ કરી ૪૭ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. સંઘના વિચારધાર સાથે સંકળાયેલા અને ગોંડલ તાલુકા લીલાખા ગામના મૂળ વતની છે. બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના આજીવન સત્સંગી છે. સામાજીક ક્ષેત્રે પણ તેમનું યોગદાન છે. તેઓએ ૧૯૯૩ માં લાલબહાદુર સોસાયટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાના શિક્ષક તરીકે શરૂઆત કર્યા બાદ ભાજપ યુવા મોરચામાં શહેર કારોબારી સભ્યથી તેઓની રાજકીય કારકીર્દીની શરૂઆત કરી અને લોકસભા-ર૦૧૯ મા઼ આઇ.ટી. ઇન્ચાર્જ, રાજકોટ મહાનગરની ચુંટણીમાં બુથ મેનેજમેન્ટની વિશિષ્ટ કામગીરી તેમજ રાજકોટ શહેર ભાજપ વોર્ડ નં. ૧૮ માં મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચુકયા છે. શહેર ભાજપમાં શહેર ઉપપ્રમુખની અને શહેર ભાજપ કાર્યાલયમાં કાર્યાલયમંત્રીની વિશેષ જવાબદારી સોપવામાં આવી છે. હિતેષભાઇ ઢોલરીયાનો જન્મદિન તેમના મો. ૯૯૭૯૨ ૧૯૪૯૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.(૩૬-૧૪)
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
