<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

સાવરકુંડલાના ‘અકિલા'નાં પત્રકાર પત્રકાર દિપક પાંધીનો જન્‍મદિવસ

સાવરકુંડલા, તા. ૭: સાવરકુંડલા ખાતે પત્રકારીત્‍વ ક્ષેત્રે સેવા આપતા ઉત્‍સાહી અને ઊંડી  સૂઝ બુઝ ધરાવતા ‘અકિલા' નાં પત્રકાર દિપક પાંધી નો આજે જન્‍મદિવસ છે પત્રકાર દિપક પાંધી જીવન યાત્રા ના ૫૭ વર્ષ પૂરા કરી ૫૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ૧૯૮૫ થી પિતાના પગલે સમાજને તટસ્‍થ માહિતી આપવા પત્રકારત્‍વની સેવા સ્‍વીકારી ગુજરાતના અગ્રણી અખબાર સમૂહ  ઇન્‍ડિયન એક્‍સપ્રેસ ગ્રુપના લોકસત્તા- જનસત્તા  અને ભાસ્‍કર ગ્રુપના દિવ્‍યભાસ્‍કર- સૌરાષ્‍ટ્ર સમાચારમાં પત્રકાર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. હાલ રાજકોટ થી મુરબ્‍બીશ્રી કીરીટકાકા ના વડપણ નીચે પ્રસિદ્ધ થતા સાંજના અગ્રીમ અખબાર અકિલા માં પત્રકાર તરીકે કાર્યરત હોય દીપક પાંધી સમાજના તમામ ક્ષેત્રના આગેવાનો, કાર્યક્રર મિત્રો, સંસ્‍થાઓ સાથે વ્‍યાપક સંપર્ક ધરાવે છે. તલસ્‍પર્શીય સમાચારો મેળવી ઝડપથી વાચકો સુધી પહોંચાડવા, ખોટું કરવું નહીં અને ખોટું કરનારને સહકાર આપવો નહીં, લાયકાત કે યોગ્‍યતા વગર કોઈને ખોટી પ્રસિદ્ધિ આપવી નહીં અને લાયક સેવાકીય સંસ્‍થાઓ, કાર્યકરો, સામાજિક આગેવાનો ની સેવા પ્રવળત્તિને  સમાજ સમક્ષ રજૂ કરવી, આમ જનતા નાં પ્રશ્નોને અખબારના માધ્‍યમથી વાચા આપવી તેવા વારસામાં મળેલા નિષ્ઠા અને પ્રમાણિકતા સાથેના રચનાત્‍મક પત્રકારત્‍વનો સિદ્ધાંત સ્‍વીકારી પત્રકારીત્‍વ ક્ષેત્રે અદકેરું સ્‍થાન હાસલ કર્યું છે. રચનાત્‍મક તેમજ પ્રમાણિક પત્રકારત્‍વ અને સૌમ્‍ય સ્‍વભાવથી સમાજમાં લોકપ્રિય બનેલા પત્રકાર દિપક પાંધી ને જન્‍મદિન નિમિત્તે મિત્રો, તોહીજનો, રાજકીય -સામાજિક આગેવાનો સાથી પત્રકાર મિત્રો તરફથી મોબાઈલ નંબર ૯૩૭૭૪ ૪૬૯૫૦ ઉપર શુભેચ્‍છાઓ વરસી રહી છે.(૬.ર)

(9:59 AM IST)