તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
વોર્ડ નં. ૧પના ભાજપના પ્રભારી જયેશ દવેનો આજે જન્મદિવસ

રાજકોટઃ બ્રહ્મસમાજના અગ્રણી તેમજ એસ.ટી. ન્યુઝ પેપર પાર્સલના કો.ઓડિનેટર અને કોન્ટ્રાકટર જયેશભાઇ દવેનો આજે તા. ૭ મેના રોજ પપમો જન્મદિવસ છે. શહેર ભાજપમાં છેલ્લા ૩ર વર્ષથી તેઓ યોગદાન આપી રહ્યા છે. પારકી છઠ્ઠીના જાગતલ અને અડધી રાતે હોંકારા સમાન જયેશભાઇ દવે સૌમાં જાણીતા અને સૌમાં માનીતા છે. અગાઉ તેઓ ૩ ટર્મ સુધી વોર્ડ નં. ૧૬ ના વોર્ડ પ્રમુખ રહી ચુકયા છે. ૧ ટર્મ મહામંત્રી રહી ચુકેલ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ર૦૦પ થી ર૦૧૦ સુધી સભ્ય રહી ચૂકયા છે. તેઓ બહારગામ તેમજ આંતરરાજયની અનેક ચુંટણીમાં પ્રશંસનીય કામગીરી કરી ચુકયા છે. હાલમાં મેહુલનગર યુવા ગ્રુપ પ્રમેખ, રામેશ્વર મહાદેવ મંદિર, કોઠારીયા રોડના ટ્રસ્ટી તેમજ શીવમ એડ અને ડી.કે. એનટરપ્રાઇઝના માલિક તરીકે તેમજ યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ સમાજના કારોબારી સદસ્ય છે. જયેશભાઇ દવેને જન્મદિવસે બહોળા મિત્ર મંડળ તથા કુટુંબીજનો તરફથી તેમના મો. ૯૮૨૫૨ ૦૯૯૫૪, પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
