<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ખોડલધામના ટ્રસ્‍ટી ઉદ્યોગપતિ વલ્લભભાઇ સતાણીનો જન્‍મદિન

 

રાજકોટઃ શહેરના જાહેર જીવનમાં જેમનું વિશેષ પ્રદાન છે, ઉદ્યોગ જગતમાં જેનું આદરભર્યું સ્‍થાન છે, રાજકોટ શહેરની અસંખ્‍ય સેવા સંસ્‍થાઓમાં જેમને દાનની સરવાણી વહાવી છે, અસંખ્‍ય સંસ્‍થાઓને જેમનો કાયમી ટેકો છે તેવા મુઠી ઉચેરા માનવી શ્રી વલ્લભભાઈ સતાણીનો આજે જન્‍મદિવસ છે. ખોડલધામના ટ્રસ્‍ટી તરીકે અને જ્‍યાં હજારો વિદ્યાર્થીઓ GPSE અને UPSC જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારીઓ દ્વારા ઘડતર કરવામાં આવે છે કે તે સરદાર પટેલ કલ્‍ચરર ફાઉન્‍ડેશનના પૂર્વ પ્રમુખ તેમજ ‘દીકરાનું ઘર' વળદ્ધાશ્રમના ટ્રસ્‍ટી તરીકે વલ્લભભાઈ સતાણી સક્રિય રીતે સેવા આપે છે. મૂલ્‍યોના માનવી શ્રી વલ્લભભાઈ સતાણી મેટોડા સ્‍થિત પોતાના ઔદ્યોગિકએકમથી આજે ઉદ્યોગ જગતમાં આદર ભર્યું સ્‍થાન ધરાવે છે. તેમના પર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

મોબાઈલ નંબર ૯૮૨૫૪ ૨૦૦૦૭ રાજકોટ.

(2:54 PM IST)