<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

પૂર્વ રાજયમંત્રી બાવકુભાઇ ઉંઘાડનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ, તા.૧૦: રાજયના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્‍ય તથા ભાજપ અગ્રણી બાવકુભાઇ ઉંઘાડનો આજે જન્‍મદિવસ છે. તેમનો જન્‍મ તા. ૧૦-૫-૧૯૫૮ ના અમરેલી જીલ્લાના વડિયામાં થયો હતો. રાજયના પેટ્રોકેમીકલ્‍સ (સ્‍વતંત્ર હવાલો) બંદર (પોર્ટ) અને રમત ગભત તથા યુવા સાંસ્‍કૃતિક પ્રવૃતિના મંત્રી તરીકે સુંદર કામગીરી કરી હતી. બાવકુભાઇ ઉંઘાડ બી.એ. (પોલીટીકલ સાયન્‍સ)નો અભ્‍યાસ કર્યા બાદ ૧૯૮૬ થી ૧૯૯૧ વિશ્વ હિન્‍દુ પરિષદ, કિશાન સંઘ, આરએસએસ અને ભાજપના સક્રિય ભુમિકા ૧૯૯૧થી૧૯૯૫ વડીયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ, ૧૯૯૫ અને ૧૯૯૬ જીલ્લા પંચાયત સભ્‍ય, ૧૯૯૭ થી ૧૯૯૮ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન ૧૯૯૮ જીલ્લા ભાજપ કોષાધ્‍યક્ષ, ૧૯૯૮ થી સતત પાંચ વખત ધારાસભ્‍ય, ૨૦૦૦ પ્રદેશ ભાજપ કિશાન મોરચાના પ્રમુખ અને ૨૦૧૩ ગુજરાત વિધાનસભામાં જાડેજા હિસાબ સમિતિ (પીએસ) ના ચેરમેન તરીકે સેવા આપી છે. વાંચન-વન પરિભ્રમણ અને સામાજીક સેવા સાથે ખેતી, વેપાર, બાંધકામ સાથે સંકળાયેલા બાવકુભાઇ વાંચન, વન પરિભ્રમણ અને પ્રવાસનો શોખ છે.

અને ૧૯ દેશોનો પ્રવાસ કરેલો છે. લોકપ્રશ્‍નો માટે તેઓ સતત સક્રિય રહ્યા છે. બાવકુભાઇ ઉંઘાડ ના જન્‍મદિન નિમિતે આજે (મો. ૯૭૨૩૭ ૧૭૨૧૦) ઉપર જન્‍મદિનની શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(4:10 PM IST)