<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડયાનો જન્‍મદિન

રાજકોટ સાથે સ્‍નેહની કડી, સર્વથી વડી

રાજકોટ :.. અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા આઇ. એ. એસ. કેડર (ર૦૧૩) ના પ્રતિભાવંત અધિકારી શ્રી પરિમલ બી. પંડયાનો જન્‍મ ૧૯૬૯ ના વર્ષની ૧૦ મેએ થયેલ. આજે જાજરમાન જીવનના પ૭માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે.

શ્રી પી. બી. પંડયા ભુતકાળમાં અમદાવાદના વિરમગામમાં અને ભાવનગરમાં પ્રાંત અધિકારો, અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર, પાટણમાં જિલ્લા ગામ વિકાસ એજન્‍સીના નિયામક, ગીર સોમનાથ - રાજકોટ અને અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર, રૂડામાં મુખ્‍ય કારોબારી અધિકારી, રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સંયુકત સચિવ, રાજયમાં ઉચ્‍ચ શિક્ષણ નિયામક વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. (પ-ર૦)

ફોન નં. ૦ર૭૯ર રરરર૩૧૩

મો. ૯૯૭૮૪ ૦૬રર૭ અમરેલી

(12:24 PM IST)