તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
જુનાગઢના પોલીસ ઈન્સપેકટર બી.બી. કોળીનો જન્મદિન કાલે

જૂનાગઢ-પ્રભાસપાટણ, તા.૧૭: જૂનાગઢ પોલીસ ઈન્સ્પેક્ટર બી.બી.કોળીનો કાલે તા.૧૮ મે ના જન્મદિવસ છે. તા ૧૮/૫/૬૮ ના રોજ છોટાઉદેપુર જીલ્લાના પાનવડ ગામે જન્મેલા તેઓ વડોદરા ખાતેથી ખાતાકીય પરીક્ષા આપી પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે સયાજીગંજ ખાતે પહેલુ પોસ્ટીંગ ત્યારબાદ અમદાવાદ શહેર કોટડા, કન્ટ્રોલ રૂમ અમદાવાદ, પ્રભાસ પાટણ, ચોરવાડ, શીલ, સી.આઈ.ડી ક્રાઈમ ગાંધીનગર, સુરત, આણંદ, કેશોદ, વેરાવળ ખાતે કાર્યદક્ષ યશસ્વી ફરજો બજાવી પોલીસ તંત્રને ગૌરવ અપાવ્યુ છે. હાલ તેઓ જૂનાગઢ સિટી પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે કાર્યરત છે. કેશોદ કાર્યકાળ દરમ્યાન બળાત્કારના આરોપી સામે ટુંકાગાળામા ચાર્જશીટ રજૂ કરી સંગીન પેપરવર્કથી આરોપીને ૨૦ વરસની કેદની સજા મળી અને ભોગ બનનારને રોકડ વળતર પણ અપાવ્યુ, જે તેમની ઐતિહાસિક સિધ્ધી હતી. (મો.૯૪૨૬૩ ૬૯૪૦૬)
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
