તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
જામનગરના યુવા સ્ટોક એનાલીસ્ટ નિખીલભાઈ ભટ્ટનો જન્મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯: યુવા સ્ટોક એનાલીસ્ટ નિખિલભાઈ ભટ્ટનો જન્મદિન છે. ભારતીય શેરબજારના એનાલીસ્ટોમાં જેમનું નામ સફળતાના પ્રથમ શિખરે છે અને સ્ટોકમાર્કેટ સાથે પોતીકો સંબંધ ધરાવતા ગુજરાતના યુવા સ્ટોક એનાલીસ્ટ શ્રી નિખિલભાઈ ભટ્ટ શેરબજારના એક માત્ર ISO ૯૦૦૧: ૨૦૧૫ સર્ટિફાઈડ તેમજ સેબી માન્ય રીસર્ચ એનાલીસ્ટ તરીકે શેરબજારમાં ટ્રેડીંગ સંદર્ભે સચોટ અને સંપૂર્ણ રીસર્ચ માહિતી છેલ્લા ૨૫ વર્ષથી ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ જેવી આર્થિક કોલમોના માધ્યમથી અંદાજીત ૮૦ દૈનિકપત્રો અને TV મીડિયા તેમજ રોકાણકારો, ટ્રેડરો અને હાઈ નેટવર્થ ઇન્વેસ્ટરોને સચોટ માર્ગદર્શક બન્યા છે. નિખિલભાઈ ભટ્ટને Best Research Analyst તરીકેના ૪ એવોર્ડ તેમજ બેસ્ટ રિસર્ચ એનાલિસ્ટ સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરી બહુમાન કરવામાં આવ્યુ છે. છેલ્લા ૧૫ વર્ષથી એકપણ જાહેરખબર વિનાનું એક માત્ર ગુજરાતી આર્થિક સાપ્તાહિક ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના તેઓ તંત્રી / માલિક પદેથી શેરબજારની રુખ તેમજ સ્ટોક માર્કેટ સમીક્ષા સંદર્ભે સેબી માન્ય રીસર્ચ એનાલીસ્ટ તરીકેની પોતાની પ્રતિભાશક્તિ સાબિત કરી સફળ એનાલીસ્ટોમાં નંબર ૧ નું સ્થાન તેમજ સોશિયલ મીડિયામાં પણ પ્રથમ સ્થાન જાળવી રોકાણકારો, ટ્રેડરો અને હાઈનેટવર્થ ઇન્વેસ્ટરોમાં તેમની યુવા પ્રતિભાનો સવિશેષ પરિચય અને ઓળખ ધરાવે છે. સામાજિક સંગઠન સ્તરે શ્રી નિખિલભાઈ ભટ્ટ આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસંસ્થાની આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ નિવેશક શાખામાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્ય કક્ષા)ના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ રાષ્ટ્રીય પરશુરામ સેનાના રાષ્ટ્રીય સલાહકાર તેમજ રાષ્ટ્રીય પ્રભારી પદે સતત કાર્યશીલ રહી સંગઠનની અતિ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. નિખિલભાઈ ભટ્ટનો (મો. ૯૯ ૭૯૩ ૮૦૮૦૮) છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
