<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

બહુમુખી અને બહુ સુખી પ્રતિભા હરદેવસિંહ જાડેજાનો જન્મદિન

અગાભી પીપળિયાથી રાજકોટ વણથંભી વિકાસયાત્રા

રાજકોટ : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના વતની અને રાજકોટ ને છેલ્લા ૩૧ વર્ષોથી પોતાની કર્મભૂમિ બનાવનાર અને પોતાની આગવી પ્રતિભાથી વિશાળ મિત્ર વર્તુળ ઊભું કરનાર શ્રી હરદેવસિંહ જાડેજાનો આજે  જન્મદિવસ છે. બી.કોમ., ઍલ.ઍલ.બી, બી.પી.ઍડ, બી.જે.ઍમ.સી. અને ઍમ.પી.ઍડની પદવી ધરાવતા હરદેવસિંહે સમાજક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. તેમનો જન્મ તા. ૨૧ મે ૧૯૬૯ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

 વિદ્યાર્થીકાળથી જ નેતૃત્વના ગુણો ધરાવતા હરદેવસિંહ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મંત્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, વાંકાનેર તાલુકા સંઘના સભ્ય, શૈક્ષણિક ક્ષેત્રે શ્રીમતી આર.ડી.ગારડી બી ઍડ, પી.ટી.સી તેમજ ઍમ.ઍડ કોલેજના ટ્રસ્ટી ઉપરાંત કે.જે.કોટેચા ગર્લ્સ સ્કુલના તેમજ સૌરાષ્ટ્ર સ્કૂલના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહેલ છે. હરદેવસિંહ ખ્યાતી પ્રા-રાજકોટ સંચાલિત શ્રીમતી ‘‘દીકરાનું ઘર’’ વૃદ્ધાશ્રમ રાજકોટના કોર કમિટીના સભ્ય છે.તેમના જન્મદિને તેમના વિશાળ મિત્ર વર્તુળ દ્વારા તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૪-૯૨૫૦૯ ઉપર  શુભેચ્છા વરસાવી રહ્ના છે.

(11:46 AM IST)