<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

મોરબીની મુસ્‍કાન વેલ્‍ફેર સોસાયટીના ફાઉન્‍ડર રંજનાબેન સારડાનો જન્‍મદિન

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૨: મોરબી પંથકમાં સમાજસેવા, માનવસેવા, મહિલા સશક્‍તિકરણ ક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે, દીકરીઓને કરિયાવર, દિવ્‍યાંગોને પગભર કરવા ટ્રાયસિકલ અર્પણ, સૂર્યનારાયણના પ્રકોપ સામે માણવજીવોના તન મનને ટાઢક મળે તે માટે છત્રીઓ, સરબત વિતરણ કરવા જેવા અનેક, અગણિત સેવાના પ્રકલ્‍પો યોજી પોતાની સામાજીક જવાદારીઓ હંસતા મોંએ નિભાવતા અને રાષ્‍ટ્રહિતને સર્વોપરી માનતા મોરબીના   ‘મુસ્‍કાન વેલ્‍ફેર સોસાયટી'ના ફાઉન્‍ડર રંજનાબેન સારડાનો આજે તા ૨૨/૫ ના જન્‍મદિન છે. ૨૨/૫/૧૯૭૫ માં અવતરણ પામેલા રંજનાબેન આજે ૫૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

સ્‍વભાવે સરળ, માયાળુ, સેવાભાવને વરેલા તેઓ વેલ એજ્‍યુકેટેડ છે. તેમના પતિ સુશીલ સારડા પણ CA ની ગૌરવપૂર્ણ પ્રેકટીસ કરવા સાથે મોરબી ઉદ્યોગજગત, વેપારી વર્ગમાં ખુબ આદરભર્યું સ્‍થાન ધરાવે છે.  સગા સબંધી, સ્‍નેહી, મિત્રો, સંસ્‍થાના સભ્‍યો,  શુભચિંતકો તરફથી આજે રંજનાબેનના મો. ૯૭૨૬૫૯૯૯૩૦ પર શુભેચ્‍છા, અભિનંદન વર્ષા થઈ રહી છે.

(4:38 PM IST)