હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd May 2025
રાજય કક્ષાના પશુપાલન મંત્રી પરસોતમભાઇ સોલંકીનો જન્મદિન

રાજકોટ : રાજય કક્ષાના -મત્સ્યોદ્યોગ મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય શ્રી પરસોતમભાઇ ઓધવજીભાઇ સોલંકીનો જન્મ તા. ર૩ મે ૧૯૬૧ ના દિવસે થયેલ. આજે ૬પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. અંધેરી મુંબઇમાં નગરસેવક તરીકે રહી ચૂકયા છે. ગુજરાત રાજય કોળી સેવા સમાજ, બચૂભાઇ કામડ ચેરીટેબલ ટ્રસ્ટ, ઓધવજીભાઇ સોલંકી ટ્રસ્ટ, ગુજરાત રાજય કોળી સેના વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. ભૂતકાળમાં શ્રમ રોજગાર, સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ, ગૌસંવર્ધન વગેરે વિભાગોના મંત્રી તરીકે રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦૧પર, મો. ૯પ૮૬૦ ૧૭૦૧૭ ગાંધીનગર
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
