News of Friday, 23rd May 2025
વાટલીયા પ્રજાપતિ સમાજના પુર્વ પ્રમુખ મનસુખભાઇ ધંધુકીયાનો જન્મદિન

રાજકોટઃ સમાજ સેવક, ઉદ્યોગપતિ, એમએસ ગ્રુપના ચેરમેન શ્રી મનસુખભાઇ ધંધુકીયાનો આજે જન્મદિવસ છે. તેમણે ૬પ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ર૦ વર્ષ સુધી રાજકોટ વાટલીયા પ્રજાપતિ સમાજના પ્રમુખ પદે રહી સમાજના અનેક કામો કરેલ છે. સરગમ કલબ, રામનાથપરા મુકિતધામ તથા અખીલ ગુજરાત પ્રજાપતિ સંધ વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. રાજકોટ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચુકયા છે. સામાજીક, સેવાકીય, રાજકીય વગેરે ક્ષેત્રે તેમનું મહત્વનું યોગદાન છે.
મો. ૯૮૨૪૨ ૧૨૦૦૫ રાજકોટ.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
