<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

એડ. એજન્‍સી ‘ભવ્‍ય કોમ્‍યુનીકેશન' ના રજની ગોલનો આજે જન્‍મદિન

સતત ત્રણ ટર્મ વોર્ડ પ્રમુખ રહેલા ભાજપના કાર્યકર

રાજકોટઃ ખ્‍યાતનામ એઙ એજન્‍સી ભવ્‍ય કોમ્‍યુનીકેશનના રજનીભાઇ ગોલનો આજે ર૬ મી ના જન્‍મદિન છે. તેઓ ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. દેરડી (કુંભાજી) ના વતની રજનીભાઇ ગોલ ઉમિયા માતાજી મંદિર સિદસરના કારોબારી સભ્‍ય તેમજ મીડીયા કો-ઓડીનેટર, કડવા પાટીદાર પરિવારનું મુખપત્ર ‘ઉમિયા પરિવાર' ના સંપાદક, કલબ યુવીના ઓર્ગેનાઇઝર, કેપીએસ કલબ અને કવોલીટી સર્કલ જેવી સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્‍થાઓમાં પ્રત્‍યક્ષ-પરોક્ષ રીતે સેવાકાર્ય સાથે તેના પ્રચાર-પ્રસાર માટે નિરંતર સેવા આપી રહયા છે. સરળ અને નિખાલસ સ્‍વભાવના કારણે બહોળું મિત્ર વર્તુળ તેમજ કડવા પાટીદાર સમાજ સહિત  અનેક સામાજીક-રાજકીય -વ્‍યવસાયીક અગ્રણીઓ સાથે અંગત ઘરોબો ધરાવે છે.

ભાજપના કર્મઠ, નિષ્‍ઠાવાન અને ભાજપના ભગવા રંગે રંગાઇને તેઓ રાજકીય કારર્કીદીમાં યશ કલગી રૂપે વોર્ડ નં. ૧૦ માં ભાજપ વોર્ડ પ્રમુખ  તરીકે સતત અને સળંગ ત્રણ ટર્મ સેવા આપી ચૂકયા છે. તેમણે સુપ્રસિધ્‍ધ અખબારમાં પત્રકાર તરીકે ૧ર વર્ષ નોંધપાત્ર યોગદાન આપ્‍યું છે. અને તેઓ છેલ્લા ૧૯ વર્ષથી ‘ભવ્‍ય કોમ્‍યુનીકેશન ' ના નામથી એડ એજન્‍સી દ્વારા વિજ્ઞાપન ક્ષેત્રે નવો દ્રષ્‍ટિકોણ આપી શબ્‍દોની-સુઝની તાકાત દ્વારા અનેક વિજ્ઞાપનકારોને વ્‍યવસાયીક ક્ષેત્રે  સફળતા અપાવવામાં સહભાગી બન્‍યા છે. રજનીભાઇ ગોલ (મો. ૯૩૭૪૯ ૧૦૧૨૧) ને જન્‍મદિન પ્રસંગે ચોમેરથી અભિનંદનો વરસી રહયા છે.

(2:09 PM IST)