તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
મોટીવેશનલ ટ્રેનર, પ્રોફેસર ડો. લલિત ચંદેનો આજે જન્મદિવસ

રાજકોટઃ મોટીવેશનલ ટ્રેનર , ગ્રાફોલોજીસ્ટ , મેડિટેશનના સર્ટિફાઇડ ટ્રેનર પ્રો. લલિત ચંદના જન્મદિવસ છે. તેઓ વિનક એકેડમીના ડિરેકટર છે. ૨૨ વર્ષ સુધી મેનેજમેન્ટ બી સ્કૂલમાં પ્રોફેસર તરીકે સેવા આપ્યા પછી, માત્ર નોકરી નહિ, પણ એક દિશા બદલી નાખતો નિર્ણય લીધો. આજે તેઓ કોર્પોરેટ જગતથી લઈને સરકારી, અર્ધ-સરકારી, ઇન્સ્યોરન્સ ક્ષેત્ર તથા શિક્ષકોના વર્કશોપમાં કરી રહ્યા છે. તેમણે માત્ર ૧૫ કલાકમાં અંગ્રેજી શીખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવી છે અને કોમ્યુનિકેટિવ અંગ્રેજી માટે વિશેષ મટિરિયલ પણ તૈયાર કર્યુ છે. ‘‘વાત સાવ નાની પણ!'' જેવી જીવનમૂલ્યો આધારિત પુસ્તકથી પ્રેરણાની ઝરમર વહાવી છે. ૧૦૦થી વધુ રેડિયો ટોક, ૨૦ થી વધુ ટીવી શો, અને ૩૫૦૦થી વધુ સેમિનાર-વર્કશોપમા ભાગ લઇ રહ્યા છે. અગ્રણી કંપનીઓ, સંસ્થાઓમાં માર્ગદર્શન, તાલીમ આપી ચૂકયા છે. પ્રો.ડો. લલિત ચંદેને તેમના મો. ૯૩૨૭૬૨૦૮૮૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
