<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

જામ ખંભાળીયાના બેહ ગામના યુવા સરપંચ પ્રવીણભાઈ ગઢવીનો આજે જન્મદિવસ

  (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૩૦ :  તાલુકાના બેહ ગામના  યુવા સરપંચ પ્રવીણભાઈ મોમૈયાભાઈ ગઢવીનો આજે જન્મદિવસ છે તેઓ બેહ ગામના વિકાસ કાર્યોમાં હંમેશા સતત પ્રયત્ન શીલ રહે છે અને સરકારની દરેક યોજનાનો લાભ ગામના જરૂરિયાતમંદોને મળે તેવા તેમના કામોમાં અગ્રમિતા રહી છે બેહ ગામના વિકાસ કાર્યો આંખે ઊડીને વળગે એવા છે યુવાનોમાં ભારે લોકચાહના ધરાવે છે  સાથે ચારણ ગઢવી સમાજના યુવા અગ્રણી તરીકે સામાજિક કાર્યોમાં અગ્રેસર રહી બ્લડ કેમ્પ, આરોગ્યને લગતી સેવાના કેમ્પો , વૃક્ષારોપણ સહિત સેવાકીય કાર્યની સાથે જુંગીવારા ધામમાં સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહેતા અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા બેહ ગામના વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવતા મૃદુભાષી પ્રવીણભાઈના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવામા આવે છે તેમના મોબાઈલ નંબર 9904137656 છે.

(9:20 AM IST)