<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

યુવા પત્રકાર સંજય ડાંગરનો કાલે જન્‍મદિવસ

 

ધ્રોલ, તા.૩૧: ‘અકિલા'ના યુવા પત્રકાર સંજય ડાંગરનો આવતીકાલે રવિવારે જન્‍મદિવસ છે. ધ્રોલ તાલુકાના હમાપર ગામે આહીર પરીવારમાં જન્‍મેલા સંજય ડાંગર છેલ્લા ઘણાં સમયથી સૌરાષ્‍ટ્રના અગ્રણી અખબાર ‘અકિલા' સાથે જોડાયેલા છે. સંજયભાઇ ધ્રોલ તેમજ આસપાસના ગામડાઓ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પ્રાથમિક સુવિધાઓથી વિહોણા અને વંચિત રહેલી પ્રજા, નાગરીકો અને લોકોના પ્રશ્‍નોને પત્રકારત્‍વના માઘ્‍યમ થકી ઉજાગર કરીને પ્રજા, નાગરીકો અને લોકોને ન્‍યાય ન મળે ત્‍યાં સુધી દોડતા રહેવાના સતત પ્રયાસ સાથે કાર્યરત છે. તેઓ દ્વારા અનેક ધાર્મિક અને લોકસેવાના પણ કાર્યો કરવામાં આવેલ છે. સામાજિક-શૈક્ષણિક-સાંસ્‍કળતિક વિવિધ પ્રવળતિઓમાં અગ્રેસર રહેનાર યુવા પત્રકાર સંજય ડાંગરનો આવતીકાલે (રવિવારે તા.૧ જૂનના રોજ) તેમના જન્‍મ દિવસે તેમના રાજકિય અગ્રણીઓ, પત્રકારો, શહેરીજનો, મિત્રો, કુટુંબીજનો દ્વારા શુભેચ્‍છાઓની વર્ષા વરસી રહી છે. જન્‍મ દિવસ નિમિતે અકિલા પરીવાર સંજય ડાંગરને શુભકામનાઓ પાઠવે છે. તેમનો  મો.૭૫૬૭૯ ૭૦૬૭૯ પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(4:10 PM IST)