<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

સેવાના પર્યાય,વોર્ડના લોકોના સુખ-દુઃખના ભાગીદાર, રઘુવંશી મહિલા કોર્પોરેટર દક્ષાબેન વસાણીનો જન્‍મદિવસ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. રઃ રઘુવંશી સમાજના મહિલા આગેવાન, સેવાના પર્યાય, વોર્ડના મતદારોના સુખ દુઃખના ભાગીદાર અને રાજકોટ કોર્પોરેશનના વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર દક્ષાબેન વસાણીનો આજે જન્‍મદિવસ છે.

એવું કહેવાય છે કે ભવિષ્‍યના બીજ વર્તમાનમાં રોપાય છે અને વર્તમાન સમય જતા ભૂતકાળ બનતો હોય છે દરેક વ્‍યક્‍તિના વ્‍યક્‍તિત્‍વમાં તેની પ્રતિભા અને સંસ્‍કારોનું પ્રતિબિંબ ઝીલાતું હોય છે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૯ ના ભાજપના હાલના નગરસેવિકા શ્રીમતી દક્ષાબેન ભરતભાઈ વસાણીની જીવન યાત્રા ઉપરોક્‍ત વાતને અનુમોદન આપે છે.

ષાી શક્‍તિને જગાવનારા,પોતાના કાર્યો થકી અલગ ઓળખ બનાવનારા અને વોર્ડના નાના મોટા સૌ મતદારોને ન્‍યાય અપાવવા સતત પ્રયત્‍નશીલ રહેતા અને દુઃખિયાના બેલી દક્ષાબેન વસાણીએ અસાધારણ મહેનત,લગન,પ્રતિભા અને કાર્ય થકી મતદારોમાં એક અલગ જ ઓળખ ઉભી કરી છે.

જેતપુર ગામના હાઉસ વાઈફ તરીકેથી આજે સૌરાષ્‍ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરના નગરસેવિકા સુધીની સફર ખેડી છે હિંમતનો પર્યાય,બાહોશ અને બહાદુર મહિલા તરીકેનું એક પ્રેરણાદાયી વ્‍યક્‍તિત્‍વ ઊભું કરનાર રઘુવંશી મહિલા અગ્રણી દક્ષાબેન કાયમ કહેતા હોય છે કે સ્‍વ ને મદદરૂપ તમે પોતે જ થઈ શકશો એકસ્ત્રીના જીવનમાં માતા-પિતાની કેળવણી તેમના સંસ્‍કાર અને પતિનો વિશ્વાસ તથા સહકાર જાહેર જીવનમાં ખૂબ જ અગત્‍યની ભૂમિકા ભજવતા હોય છે ત્‍યારે શ્રીમતી દક્ષાબેનના પતિ ભરતભાઈ વસાણી પણ દક્ષાબેનની રાજકીય અને સેવાની પ્રવળત્તિઓમાં હંમેશા પડખે ઊભા રહી પ્રોત્‍સાહિત કરતા હોય છે.

 દક્ષાબેન વસાણી રઘુવંશી સમાજના અનેક સંગઠનો તેમજ ટ્રસ્‍ટમાં તન,મન અને ધનથી સેવા કરે છે. દક્ષાબેન વસાણીએ સંઘર્ષોથી ભરપૂર ભૂતકાળને લોક સેવાના માધ્‍યમથી હાલ મીઠો મધુરો બનાવી દીધો છે દક્ષાબેનના જન્‍મદિને આજે તેમના મોબાઈલ નંબર ૯૪૨૬૮ ૧૭૯૨૫ ઉપર શુભેચ્‍છાનો ધોધ વહી રહ્યો છે. (૭.૯)

(10:27 AM IST)