News of Monday, 9th June 2025
કોડીનાર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમારનો જન્મદિવસ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર. તા.૯ : ૯ જૂન, ૨૦૨૫ ના રોજ, કોડીનાર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજયભાઈ પરમારે ૪૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
અજયભાઈ પરમાર યુવાનવયથી જ જાહેર જીવનમાં સક્રિય રહ્યા છે. તેમણે અલગ અલગ ક્ષેત્રે અનેક સેવાકીય પ્રવળત્તિઓ દ્વારા સમાજસેવામાં પોતાનું યોગદાન આપ્યું છે. છેલ્લા દસ વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં નાના-મોટા હોદ્દાઓ પર રહીને સંગઠનને મજબૂત બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. વર્તમાનમાં તેઓ કોડીનાર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
