તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાનો જન્મદિવસ

રાજકોટ, તા.૧૭: ૨૪ કલાક હાથવગા સમાજસેવક, જાગળત પ્રહરી, શહેરની વિચારશીલ પ્રતિભા અન્યાય સામે લડનારા વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા નો આજે જન્મદિવસ છે. જુન ૨૦૧૯ માં ત્રણ ત્રણ સર્જરી બાદ પણ લોકોના વ્યાજબી પ્રશ્નોઅંગે નિંભર તંત્રને ઢંઢોળે છે. ૩૫ વર્ષથી કોંગ્રેસમાં અનેક લોક કાર્યો અંગે બુલંદ અવાજ વિરોધાત્મક કાર્યક્રમો સફળ આંદોલનો યાદગાર બની ગયા છે. યુવા કોંગ્રેસમાં જોઈન્ટ સેક્રેટરી અને મંત્રી અને શહેર કોંગ્રેસ મંત્રી પદે તેમનું સક્રિય યોગદાન રહ્યું છે. ગુજરાત રાજ્ય હોમગાર્ડ દળના ૫૦૦૦૦ જવાનોના અણ ઉકેલ પ્રશ્નો, ગુજરાત એસ.ટી મુસાફરોના પ્રશ્નો, સામે સતત લડત ચલાવી રહ્યા છે. ૪૯ વખત સ્વૈચ્છીક રક્તદાન કરી જરૂરિયાત મંદ દર્દીઓના આશીર્વાદ મેળવ્યા છે. વિસ્તારમાં તેમજ ગ્રામ્ય લેવલે વળક્ષારોપણ, સામાજિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. જસાણી કોલેજના પૂર્વ જી.એસ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ પ્રમુખ, લોક સંસદ વિચાર મંચ, રાજકોટ શહેર/જિલ્લા વાલી મહામંડળ માં ઉપપ્રમુખ, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ, ક્ષત્રિય ગિરાસદાર સેના, ભારતીય જીવન વીમા નિગમ (LIC) ગજુભા ની સામેલગીરી નોંધપાત્ર પરિણામો લાવી છે આજે તેમના જન્મદિવસ નિમિત્તે મો. ૯૪૨૬૨ ૨૯૩૯૬ પર રાજકીય સામાજિક આગેવાનો શુભેચ્છા વર્ષા થઈ રહી છે. (૩.૧૩)
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
