<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

મહુવાના પ્રાંત અધિકારી ધવલ રવિયાનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૪: મહુવાના ડેપ્‍યુટી કલેકટર ધવલભાઇ રવિયાનો આજે ૩૧મો જન્‍મદિવસ છે.

રાજગોર બ્રાહ્મણજ્ઞાતિના સેવાભાવી દંપતિ  અરવિંદભાઇ રવિયા અને શ્રીમતી અસ્‍મિતાબેન રવિયાને ત્‍યા જન્‍મેલ ધવલભાઇ બાળપણથી જ અભ્‍યાસમાં ખુબ હોશિયાર રહેલ. તેઓ વટવા અમદાવાદ ખાતે મામલતદાર તરીકે સફળ ફરજ બજાવી તાજેતરમાંજ તેઓને બઢતી સાથે મહુવા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવેલ. હાલ તેઓ મહુવામાં ફરજ બજાવી રહયા છે અને એકાદ અઠવાડીયા પહેલા મહુવા પાસે તલગાજરડા પાસે રૂપલ નદીમાં ભારે વરસાદના કારણે પુરનો પ્રવાહ વધતા મોડલ સ્‍કુલના ૩૮ વિદ્યાર્થીઓને જાનના જોખમે ધવલભાઇ રવિયાએ રેસ્‍કયુ ઓપરેશન કરી બચાવ્‍યા હતા એવા જાંબાઝ અધિકારીને જન્‍મદિન નિમીતે મો.નં.૯૪૦૯૪ ૯૩૦૪૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(1:53 PM IST)