<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

મજુર કાયદાના નિષ્‍ણાંત એડવોકેટ અનિલ ગોગીયાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ, તા., ૨૭ : રાજકોટના મજુર કાયદાના નિષ્‍ણાંત અને જાણીતા એડવોકેટ તેમજ નોટરી અનિલ સંતોષકુમાર ગોગિયાનો આજરોજ અષાઢી બીજના પાવન દિવસે તા. ૨૭-૬-૨૦૨૫ ના રોજ જન્‍મદિવસ છે. તેમજ આજરોજ વકીલાત ક્ષેત્રમા ૨૫ વર્ષની મંઝીલ કાપી ૨૬ માં વર્ષમા પ્રવેશ કરી રહયા છે આમ તેઓની વકીલાત ક્ષેત્રમા આજરોજ  સીલ્‍વર જયુબેલી થયેલ છે. તેઓ સતત રાજકોટ તેમજ સૌરાષ્‍ટ્રના જુદીજુદી લેબર કોર્ટો તેમજ ઔદ્યોગિક અદાલતોમા મેનેજમેન્‍ટ સાઈડ વિવિધ મલ્‍ટીનેશનલ કંપનીઓ, બંદરો તથા સહકારી બેંકો અને અર્ધસરકારી સંસ્‍થાઓમા છેલ્લા ૨૫ વર્ષથી પેનલ એડવોકેટ તરીકે કાર્યરત છે. તેઓ  ઈન્‍ડસ્‍ટ્રીયલ એન્‍ડ કોમર્શીયલ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ એશોસીએશન રાજકોટના સેક્રેટરી તરીકે સેવા આપી રહેલ છે.

છેલ્લા આઠ વર્ષથી ગુજરાત સરકારશ્રી દ્વારા તેઓની આસીસ્‍ટન્‍ટ ગર્વમેન્‍ટ પ્‍લીડર તેમજ એડીશનલ પબ્‍લીક પ્રોસીકયુટર તરીકે ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટમાં નીમણુક કરવામા આવેલ છે. મદદનીશ સરકારી વકીલ તરીકે મજુર અદાલત તેમજ ઔદ્યોગીક અદાલત રાજકોટમાં આશરે ચારસો ઉપરાંતના કેશોનો તથા ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટમા અનેક જામીન અરજીઓ રદ કરાવેલ છે.

તેઓને મિલનસાર સ્‍વભાવથી વકીલો તથા મીત્ર વર્તુળમાં ખુબજ ચાહના મેળવેલ છે તેમજ બેદાગ રીતે વકીલાત કરી સમગ્ર સૌરાષ્ટમા અનેક વકીલમિત્ર બનાવેલ છે. તેઓને આજરોજ વકીલ જગતમાંથી તથા સગા સંબધીઓ તથા મિત્ર વર્તુળ તરફથી જન્‍મદિવસ તથા વકીલાત ક્ષેત્રે સિલ્‍વર જુબલી પૂર્ણ કરેલ હોય તેમના મો.નં. ૯૮૨૫૭ ૭૬૬૭૭ શુભકામનાઓ મળી રહેલ છે.

(2:01 PM IST)