News of Saturday, 28th June 2025
ઉના પોલીસ સબઈન્સ્પેક્ટર મૂળ લોધિકા ગામના અમ.એન.રાણાનો જન્મદિવસ

પ્રભાસ પાટણઃ (ભાસ્કર વૈદ્ય દ્વારા): ઉના પી.આઇ. તરીકે ફરજ બજાવતા એમ. એન. રાણાનો ૨૯ જૂને કાલે જન્મદિવસ છે. લીંબડી તાલુકાના ભોઈકા ગામમાં ૨૯ જૂન ૧૯૭૦ના દિવસે જન્મ થયો હતો કોમર્સના તાાતક રાણા ૧૯૯૧માં પોલીસ સેવામાં જોડાયા ત્યારબાદ વર્ષ ૨૦૦૯માં તેમને સબ ઇન્સ્પેક્ટર તરીકેનું પ્રમોશન મળ્યું. તેમની કામગીરી બાદ તેમને રાજ્ય પોલીસ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યુ રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ અને સોમનાથ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવી દરમ્યાન તેમના દ્વારા કરેલી કામગીરીને ૪૦૦ જેટલા ઇનામોથી નવાજવામાં પણ આવી. એમ.એન.રાણા ખૂબ જ મહત્વની માની શકાય તેવી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં પણ કામગીરી કરી છે. બાસ્કેટબોલ અને હેન્ડબોલમાં રાષ્ટ્રીય કક્ષાએ ઉજ્જવળ દેખાવ પણ કરેલો છે. વર્ષ ૨૦૨૩માં વેરાવળ બંદર પરથી ૨૫૦ કરોડ કરતાં વધુના ડ્રગ્સને પકડી પાડવા માટે પણ કામગીરી મહત્વની સાબિત થઈ હતી આટલા મોટા પ્રમાણમાં માદક પદાર્થ ઝડપવાની મહત્વની કામગીરી કરનાર એમ. એન. રાણાને રાજ્યના પોલીસ વડા દ્વારા તેમની ટીમ સાથે સોમનાથમાં પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. મો.નં.૯૮૨૫૧ ૯૨૮૩૫)
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
