News of Saturday, 28th June 2025
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય, જામનગરના નવાનગર સેવા સંસ્થાના ટ્રસ્ટી બિમલભાઇ સોનછાત્રાનો જન્મ દિવસ

જામનગર તા. ર૮: નગર પ્રા.શિ. સમિતિના સભ્ય તથા ભાજપ યુવા મોરચાના પૂર્વે અને વોર્ડ નંબર : ૧૧ ના પૂર્વે મહામંત્રી નવાનગર સેવા સંસ્થાના ટ્રસ્ટી બિમલભાઈ સોનછાત્રાનો જન્મ તા.૨૯-૬-૧૯૬૨ માં થયો હતો બિમલભાઈ સોનછાત્રા ૧૯૮૩ થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ ભાજપા યુવા મોરચાના મંત્રી તેમજ વોર્ડ નંબરઃ ૬ ના પ્રમુખ તેમજ વોર્ડ નંબર : ૧૧ ના બે ટમેં સુધી મહામંત્રી રહી ચુકયા છે. જામનગર જિલ્લા એસ.ટી. સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચુકયા છે. ખોડીયાર ગરબી મંડળી વંડાફળી ગરબી ચોકની ગરબીનું ૩૮ વર્ષે સંચાલન કર્યું હતું હાલ તેઓ નવાનગર સેવા સંસ્થાના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. તેઓએ ૩૯ વખત રકતદાન કર્યું છે. સીટી યુથ કલબના પ્રમુખ તરીકે બે ટમેં સુધી રહી ચુકયા છે. યંગ સોશ્યલ ગળપ ધ્વારા પંચેશ્વર ચોકમાં ૧૫ ઓગષ્ટ, ૨૬ મી જાન્યુઆરી બ્લડ ડોનેશન કેમ્પ, રામસવારી, શિવ શોભાયાત્રા, મકરસંક્રાતિ જેવા કાર્યક્રમ યંગ સોશ્યલ ગળપ દ્વારા જે કાર્યક્રમ યોજાય છે તેમાં ઉપસ્થિત રહી સાથ સહકાર આપે છે. જામનગર લોહાણા મહાજન મહાસમિતિના સભ્ય છે. હાલ વોર્ડ નંબર : ૯ ના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે (મોબાઈલ નંબરઃ ૯૮૯૮૫૭૬૨૮૨)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
