News of Saturday, 28th June 2025
રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.ના ડીરેક્ટર મેહુલ દામાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ જાહેર ખબર, ડીઝાઈનીંગ-પ્રિન્ટીંગ-ઈવેન્ટ મેનેજમેન્ટ- કોમ્યુનિકેશન ક્ષેત્રે સંકળાયેલ રાજકોટની રીઝલ્ટ ગ્રુપ ઓફ કંપનીનાં યુવા અને તરવરીયા ડીરેક્ટર અને જૈન સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા મેહુલ દામાણીનો આજે જન્મ દિવસ છે. મૃદુભાષી અને મીત્રતા ભર્યો સ્વભાવ ધરાવતા મેહુલભાઈ દરેક કામને ખૂબ જ ચિવટપૂર્વક પૂર્ણ કરે એ એમની ખાસીયત રહી છે.
બહુમુખી પ્રતિભાનાં માલિક એવા મેહુલભાઈ નાની વયે વ્યવસાયની સાથો સાથ સામાજીક અને ધાર્મિક કાર્યમાં પણ એટલાં જ પ્રવૃતમય છે. જેઓ હાલમાં શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થા.જૈન સંઘના સેક્રેટરી ઉપરાંત જૈનમનાં સેવા આપી રહ્યાં છે. અને ભુતકાળમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીટડાઉનનાં પ્રમુખ તરીકે જવાબદારી પણ સુપેરે પાર પાડેલ હતી અને હાલમાં જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટર. ફેડરેશનનાં સૌરાષ્ટ્ર રીજીયાનાં સેક્રેટરી તરીકેની સેવા આપી રહ્યા છે. તેમના માતુશ્રી કંચનબાના અંતરિક્ષમાં આશિષ તેમજ ગોંડલ સંપ્રદાયનાં પ.પૂ.બા.બ્ર.પૂ. જ્યોતિબાઈ મહાસતીજી તેમજ પ.પૂ.બા.બ્ર.પૂ. સ્મિતાબાઈ મહાસતીજી અને સાધ્વીશ્રી મનસ્વીજી મહારાજનાં શુભાશીષ સાથે જીવન સંગીની હિર અને પુત્રરત્ન વંદિત સાથે પોતાનો જીવન સંસાર સુખમય રીતે વિતાવી રહ્યા છે. પુત્ર છંદિત સાથે પોતે પણ ક્રિકેટમાં ખૂબ જ રૂચી ધરાવે છે. કાઠીયાવાડી ભોજનના શોખીન રહ્યાં છે. રમેશભાઈ રૂપાપરા, જીતુ કોઠારી, હરેશભાઈ વોરા, સેજલ કોઠારી, રાજેશભાઈ પારેખ, નિલેષ કામદાર, નિલેષ શાહ, મયુર શાહ, જયેશ વસા, સુજીત ઉદાણી, વિભાસ સેઠ, ચિરાગ દોશી, સુકેતુ ભોડીયા, નિલેશ ભાલાણી(ભીમાભાઈ), તરૂણભાઈ કોઠારી, ઉપેનભાઈ મોદી, જીતુભાઈ મારવાડી, અમીષભાઈ દોશી, નયનેશભાઈ પારેખ, ધર્મેશભાઈ શાહ, તથા રીઝલ્ટ સ્ટાફ પરિવારે જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. જીવન સફરનાં ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. (મો.૯૮૨૫૦ ૭૯૬૧૫)
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
