<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

જે આર ગ્રુપ રાજકોટના ચેરમેન રમેશભાઈ ધામેચાનો જન્‍મદિવસઃ ૬૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ અખિલ વિશ્વ સુરક્ષા ગૌ સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી રમેશભાઈ ધામેચાનો આજે જન્‍મદિવસ છે. તેઓ રાજકોટ લોહાણા મહાજનના ઉપપ્રમુખ પણ રહી ચૂકયા છે. જે.આર ગ્રુપ રાજકોટના તેઓ ચેરમેન છે. જેમાં જમીન ડેવલોપમેન્‍ટ અને ટ્રેડિંગનો વ્‍યવસાય છેલ્લા ૩૩ વર્ષથી કરી રહ્યા છે. સાથો સાથ રાજકોટ ગૌરવ ન્‍યૂઝ પેપરના તંત્રી છે અને લોહાણા અખબાર જગત ગુજરાતના ટ્રસ્‍ટી છે. સદગુરૂ રઘુવંશી સોશ્‍યલ ગ્રુપની સ્‍થાપના કરી ગુરૂપૂર્ણિમાના દિવસે શ્રી રણછોડદાસજી મહારાજની સૌપ્રથમ શોભાયાત્રાનો પ્રારંભ શ્રી રમેશભાઈ ધામેચાએ કરાવેલ. તેઓ લોહાણા જ્ઞાતિની અનેક સંસ્‍થા સાથે સંકળાયેલા છે તેમજ સમાજલક્ષી કાર્યોમાં હર હંમેશ તત્‍પર રહે છે. રમેશભાઈ ધામેચાને વીરદાદા જશરાજજી એવોર્ડ થી લઈ અનેક સંસ્‍થાઓ દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. જીવનના ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા રમેશભાઈ ધામેચાને મો.૯૪૨૭૫ ૦૫૭૪૦ પર શુભેચ્‍છાનો ધોધ વરસી રહ્યો છે.

(4:03 PM IST)