<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચાનો આજે જન્‍મ દિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦: સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચાનો આજે જન્‍મ દિવસ છે. જેને લઈને તેમના પર શુભેચ્‍છાનો વરસાદ થઈ રહ્યો છે.

રાજ્‍ય ખેતી બેન્‍કના ચેરમેન અને એનસીડીસીના ડાયરેક્‍ટર ડોલરભાઈ કોટેચાએ તેમની જીવન મંજિલનું વધુ એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. જુનાગઢ જિલ્લા સહકારી બેંક અને જુનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના પૂર્વ ચેરમેન ડોલરભાઈ કોટેચાને તેમના જન્‍મ દિવસ પર પૂર્વ ડેપ્‍યુટી મેયર તથા અખિલ સૌરાષ્‍ટ્ર રઘુવીર સેનાના સુપ્રિમો ગિરીશભાઈ કોટેચા સહિત આગેવાનો, મહાનુભાવો વગેરેએ શુભેચ્‍છા પાઠવી દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી હતી. શ્રી ડોલર કોટેચાને જન્‍મ દિવસ પર મો. ૯૯૨૪૧૧૮૯૦૦ પર શુભેચ્‍છાનો વરસાદ થઈ રહ્યો છે

(3:52 PM IST)