તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
રાજકોટના યુવા એડવોકેટ ડેનીશ વિરાણીનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૩૦: રાજકોટ તેમજ બહારગામની ડિસ્ટ્રીકટ કોર્ટ, સીવીલ કોર્ટ તથા ફેમીલી કોર્ટમા એડવોકેટ તરીકે ફરજ બજાવતા વકીલ ડેનીશ એ. વિરાણી નો આજરોજ તા.૩૦/૦૬/૨૦૨૫ ના રોજ જન્મ દિવસ છે. ડેનીશભાઈ જન્મથી રાજકોટના વતની છે અને લો ના અભ્યાસથી સને-૨૦૧૯ થી જ રાજકોટના ખ્યાતનામ એડવોકેટ શ્રી સ્વ અભયભાઇ ભારદ્વાજના જુનીયર રહી ચુકેલા એડવોકેટ શ્રી અલ્પેશભાઈ પોકીયાની સાથે વકીલાતમા જોડાયેલા છે. ડેનીશભાઈ વિરાણી જીલ્લા કાનુની સેવા સતા મંડળ રાજકોટમા પણ પેરા લીગલ વોલીએન્ટર તરીકે સેવા આપી ચુકેલ છે. પોતાની કાર્યશૈલી અને સેવાભાવી વિચારો અને નિષ્ઠાવાન મહેનત દ્વારા કોર્ટ પરીસર અને ફોજદારી ક્ષેત્રે સારી એવી લોકચાહના અને બહોળુ મિત્ર મંડળ ધરાવે છે. હાલમા તેઓ ખોડલઘામમા યુવા પાંખમા કન્વીનર તરીકે પણ સેવા આપી રહેલ છે.
રાજકોટના યુવા એડવોકેટ ડેનીશ વિરાણી પોતાના મંગલમય જીવનમા આનંદ ઉમંગ ઉત્સાહ સાથે નવા વર્ષમા પ્રવેશ કરી રહ્યા છે. તેમજ જીવનના આગામી વર્ષોમાં તેઓ અપાર સફળતા અને લોકચાહના હાસલ કરે તેવી જન્મદીને મિત્ર વર્તુળ, સગા સ્નેહીજનો વડીલો તરફથી તેમના મો.નં ૭૫૬૭૨૩૫૧૦૭ પર શુભેચ્છાવર્ષા કરી રહ્યા છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
