<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

મોરબી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતી રાઘવજીભાઈ ગડારાનો આજે જન્મદિન.

( પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી: આમરણ ગામે એક સામાન્ય ખેડૂત પરિવાર એવા જીવરાજભાઈ તેમજ વિજયાબેનને ત્યાં આજથી 71 વર્ષ પહેલા જન્મેલા રાઘવજીભાઈ આજે 71વર્ષ પુરા કરી 72 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

 

"મારે કંઈક મોટુ કરવુ છે, મારે મોટા માણસ જેવુ બનવુ છે." એવા સપનાઓ સાથે અભ્યાસ પુરો કરી તેમણે હીરાના તત્કાલીન એ.પી. સેન્ટર ગણાતા નવસારીની વાટ પકડી. અને હીરા ઘસવાથી શ્રી ગણેશ કરી તેમાં પારંગત થયા, હીરા પારખુ બની ગયા અને મોરબીમાં નાના પાયે હીરા ઉદ્યોગની શરૂઆત કરી સખત પરિશ્રમ અને ઈશ્વરની કૃપા સતત તેમના પર વરસતી રહી. પરિવારની હુંફ અને ચાર ચાર ભાઈઓનો સહકાર અને તેમનુંના પ્રોત્સાહનથી જોતજોતામાં તેઓ મોરબીના હીરા ઉદ્યોગપતિ રાઘવજીભાઈ ગડારા તરીકે અગ્રણી ઉદ્યોગપતીની હરોળમાં આવી ગયા.એ મોરબી ઉપરાંત તબક્કાવાર નવસારી, સુરત અને મુંબઈ પણ હીરા ઉદ્યોગ ધમધમતો કર્યો અને સૌરાષ્ટ્રમાં પણ આ ઉદ્યોગ તો ખરોજ! હીરા ઉપરાંત સિરામિક ઉદ્યોગ, પોલીપેક ઉદ્યોગ સહીત અનેક ઉદ્યોગોમાં કાંઠુ કાઢનાર રઘુભાઇ ભાજપના પણ નખસીખ, કાર્યકર આગેવાન છે.

 

અંદાજે 40 વર્ષ પહેલા ભાજપ સાથે જોડાયા બાદ તેઓ તાલુકા પ્રમુખ, જીલ્લા પ્રમુખ તરીકે ઉલ્લેખનીય સેવાઓ આપવા સાથે ઉત્તરોતર સંગઠનને મજબુત કરનાર તેઓ આજે પણ મોરબી જીલ્લા ભાજપમાં એકપ્રિય આગેવાન તરીકે જાણીતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સહીત કેન્દ્રીય અને પ્રેદેશ ભાજપની નેતાગીરીમાં ખુબ નજીકના સંબંધો ધરાવે છે. મોરબી નાગરિક બેંક મોરબી પાટીદાર સમાજમાં પણ સેવાઓ આપી રહ્યા છે.

આજે રાઘવજીભાઈ ગડારાના જન્મદિને તેમના સગા, સંબંધીઓ, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ દ્વારા તેમના મો 9099966124 પર શુભકામના વર્ષા થઇ રહી છે.

(10:15 AM IST)