તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
રાજકોટના યુવા ઍડવોકેટ અમીત ગડારાનો આજે જન્મદિવસ

રાજકોટ, તા.૧ઃ રાજકોટ તેમજ બહારગામની કોજદારી તેમજ ફેમીલી કોર્ટમા ઍડવોકેટ તરીકે ફરજ બજાવતા વકીલ શ્રી અમીત વલ્લભભાઇ ગડારાનો આજરોજ તા.૧/૭/૨૦૨૫ ના રોજ જન્મ દિવસ છે. જેમનો જન્મ જામનગર જિલ્લાના ઘાંગડા ગામે થયેલ, ત્યારબાદ પ્રાથમીક શિક્ષણ સરકારી સ્કુલમા મેળવેલ અને કોલેજ કરવા રાજકોટ સ્થાયી થયેલ અને ઍલ.ઍલ.બી નો અભ્યાસ રાજકોટની નામાંકીત પાંઘી ઇંગ્લીશ મીડીયમ લો કોલેજમા કરેલ અને લો ના અભ્યાસની શરૂઆતથી જ કોર્ટ પ્રક્ટીસ શરૂ કરેલ હતી. જેમણે રાજકોટ ને કર્મભુમી માનીને તનતોડ મહેનત કરી, વકિલ તરીકે રાજકોટમા સારી ઍવી નામના મેળવેલ છે.હાલ તેઓ છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટના ઍડવોકેટ અભયભાઇ ભારદ્વાજ ના જુનીયર રહી ચુકેલ અલ્પેશભાઇ પોકિયા(પી ઍન્ડ આર લો ચેમ્બર) ની સાથે વકીલાત કરે છે તેમજ રાજકોટ મુકામે તેમજ બહારગામની સેસન્સ કોર્ટ, ફેમીલી કોર્ટ, ફોજદારી કોર્ટમા હાલ પ્રક્ટીસ કરે છે. રાજકોટ નીશરાફી મંડળી, તુલસી કેડીટ કો.ઓપ. સો., ધનવર્ષા કેડીટ કો.ઓપ.સો, પરીન કેડીટ કો.ઓપ.સો., જશ કેડીટ કો.ઓપ.સો, વિગેરે સહકારી મંડળીના લીગલ પેનલ ઍડવોકેટ તરીકે જોડાયેલ છે.
રાજકોટની પાટીદાર સમાજની ઉમા ડાયનામીક ક્લબ, ઉમા યુવા કાઉડેન્શન, જેવી નાની મોટી વીવીધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે અને સમાજ પ્રત્યે રહેલ માન, લાગણી ને માન આપી પોતાની સેવા આપવા હંમેશા તત્પર રહે છે. રાજકોટ ફેલીમી કોર્ટમા ભુતપુર્વ પેનલ ઍડવોકેટ તરીકે સરકાર તરફે લગ્ન વીષયક કેસ કાર્યવાહીમા આર્થિક રીતે નબળા પક્ષકારોને પણ કાનુની સેવા આપેલ હતી.અનેક ચકચારી કેસોમા પોતાના અસીલને કાનુની આંટી ઘુંટીમાંથી પસાર થઇને ન્યાયની સીડી સુધી પહોંચાડેલ છે. તેમના જન્મદિવસ નીમીતે મિત્રો, સ્નેહીઓ, સગા વ્હાલાઓ દ્વારા ચોમેરથી તેમના મો.નં.૯૭૨૬૭૭૪૦૪૮ ઉપર શુભકામનાઓ પાઠવી રહેલ છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
