News of Tuesday, 1st July 2025
ગુજરાત રાજય હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટસ અને ઔદ્યોગિક સહકારી ફેડરેશન લી.ના એમ. ડી. જેઠાભાઈ પાનેરાનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧ : રાજ્યના સહકારી આગેવાન આહિર સમાજના અગ્રણી તેમજ કેળવણીકાર જેઠાભાઈ પાનેરાનો આજે ૭૪ મો જન્મ દિવસ છે.
કેળવણીકાર જેઠાભાઈ પાનેરાનો જન્મ
તા ૧-૭-૧૯૫૧ ના રોજ માણાવદર તાલુકાના આંબલીયા ઘેડ મુકામે આહિર ખેડૂત પરિવારમાં થયો હતો.
જેઠાભાઈ ખુબ નાની ઉમરમાં રાજકીય ક્ષેત્ર માં પ્રવેશ કરી જુનાગઢ જિલ્લા પંચાયત ના પ્રમુખ તેમજ જુનાગઢ જિલ્લા સહકાવી બેન્ક લી ના સતત ત્રણ ટમૅ ચેરમેન તરીકે કામગીરી કરેલ. જીલ્લાની તથા રાજ્યની અનેક સહકારી સંસ્થાઓમાં હાલ સેવા આપી રહ્યા છે આજે તેઓના જન્મદિન નિમિતે (મોબાઈલ નંબર ૯૮૨૫૨ ૨૯૩૨૭) ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
