News of Tuesday, 1st July 2025
ડો.એમ.વી. વેકરીયાનો જન્મદિન અને ડોક્ટર્સ ડેઃ રાજકોટના તબીબરત્નની સેવાનો સુંદર સમન્વય

રાજકોટઃ આજે ડોક્ટર્સ ડેની ઉજવણીનો શુભ દિવસ રાજકોટના ખ્યાતનામ પ્રોક્ટોલોજીસ્ટ ડો.એમ.વી. વેકરીયાના જન્મદિન સાથે અનોખો સંગમ બની રહ્યો છે. આજે તેઓ ૬૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. છેલ્લા ૩૯ વર્ષથી તબીબી અને સામાજિક ક્ષેત્રે પોતાની અનન્ય સેવાઓ દ્વારા લાખો દર્દીઓના હૃદયમાં સ્થાન મેળવનાર ડો.વેકરીયા એક સેવાભાવી અને સરળ સ્વભાવના તબીબ તરીકે જાણીતા છે. જૂનાગઢ જિલ્લાના નવાગામમાં સત્સંગી અને સંસ્કારી ખેડૂત પરિવારમાં સ્વ. વીરજીભાઈ અને સ્વ. પાર્વતીબેનના ઘરે જન્મેલા ડો. વેકરીયાએ જામનગર યુનિવર્સિટીમાંથી તાાતકની ડિગ્રી અને બનારસ યુનિવર્સિટીમાંથી પ્રોક્ટોલોજીની ડિગ્રી મેળવી હતી. તેમણે હરસ, મસા, ભગંદર અને ફીશર જેવા મળમાર્ગના રોગોની સફળ સારવાર માટે અદ્યતન ટેકનોલોજી અને નવી નવી પદ્ધતિઓ અપનાવી, સૌરાષ્ટ્રમાં લાખો દર્દીઓને રાહત પૂરી પાડી છે. અત્યાર સુધીમાં ૩૧,૦૦૦થી વધુ દર્દીઓના ઓપરેશન સફળતાપૂર્વક કરી, તેઓ મળમાર્ગના રોગોના રાહબર બની ચૂકયા છે. ડૉ. વેકરીયા દર બુધવારે સાંજે ૬ થી ૮ વાગ્યે રાજકોટની એસ્ટ્રોન ચોક સ્થિત સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલ ખાતે આર્થિક રીતે ગરીબ દર્દીઓને રાહત દરે સેવાઓ આપે છે. આ ઉપરાંત, તેમણે ૩૫૦થી વધુ નિદાન અને સારવાર કેમ્પમાં સેવાઓ આપી, પરોપકારની ભાવના સાથે માનવતાવાદી અભિગમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના પરિવારમાં પણ તબીબી સેવાનો વારસો ચાલુ છે. તેમના સુપુત્ર ડૉ. બાહુલ વેકરીયા સીનર્જી હોસ્પિટલમાં કાર્ડિયાક સર્જન તરીકે અને પુત્રવધૂ ડો.વિશ્વા બાહુલ વેકરીયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ તરીકે સેવા આપે છે. તેમની પુત્રી બંસી વેકરીયા ઓસ્ટ્રેલિયામાં માસ્ટર ઓફ આર્કિટેક્ટની ડિગ્રી સાથે સરકારી નોકરીમાં સેવા આપી રહી છે. ડો.વેકરીયા બીજેપી ડોક્ટર્સ સેલના સહકન્વીનર તરીકે ૧૨ વર્ષથી સેવા આપી રહ્યા છે અને હાલમાં બીજેપીમાં કાયમી આમંત્રિત સભ્ય તરીકે નિયુક્ત થયા છે. આયુષ ડોક્ટર્સ ફેડરેશન ઓફ રાજકોટના પૂર્વ પ્રમુખ અને રાજકોટ ડોક્ટર્સ ફેડરેશનના ફાઉન્ડર મેમ્બર તરીકે પણ તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેઓ કાલાવડ-યુનિવર્સિટી રોડ ડોક્ટર્સ એસોસિએશનના ૧૪ વર્ષથી ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લઈ, ડો. વેકરીયાએ ધન્વંતરી એવોર્ડ, લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, સૌરાષ્ટ્રના બેસ્ટ પ્રોક્ટોલોજીસ્ટ એવોર્ડ, એમનન્સ એવોર્ડ, આયુષ શિરોમણી એવોર્ડ, પરિવાર રત્ન એવોર્ડ અને કર્મવીર એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત કર્યા છે. આજે તેમના જન્મદિન નિમિત્તે મિત્રવળંદ, ડોક્ટર સમુદાય અને શુભેચ્છકો તરફથી મોબાઇલ નંબર ૯૮૨૪૦ ૬૬૩૨૧ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. ડો.વેકરીયાની આ સેવાયાત્રા સૌ માટે પ્રેરણાદાયી છે. (૪૦.૨૮)
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
