<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ઓલ ઇન્‍ડીયા મોઢ વણિક સમાજ મુંબઇના ઉપપ્રમુખ અશ્વિનભાઇ પટેલનો જન્‍મદિવસ

 

રાજકોટઃજસદણના વતની મોઢ વણિક સમાજના અગ્રણી શ્રી અશ્વિનભાઇ પટેલનો જન્‍મ પ જુલાઇ ૧૯પપ માં જસદણ મુકામે ચંદુભાઇ પટેલ ત્‍યાં થયેલ, ૧૯૭૧ માં કિરીટ એન્‍જીનીયરીંગ કોર્પોરેશનનો પ્રરંભ કરેલ, ૧૯૮૧ માં સ્‍વતંત્ર રીતે ગીતા એન્‍જીનીયરીંગ કોર્પોરેશનની શરૂઆત કરેલ અને હાલમાં એક નવી પેઢીમાં નવું સાહસ માય જી.ઇ.સી. વી-બેલ્‍ટ એન્‍ડ હાર્ડવેર પ્રાઇવેટ લીમીટેડનું નેતૃત્‍વ કરી રહયા છે.

ભાડલા વૈષ્‍ણવ સમાજ-રાજકોટના પ્રમુખસ્‍થાને, મુંબઇ ઓલ ઇન્‍ડીયા મોઢ વણિક સમાજ, મુંબઇના ઉપપ્રમુખ પદે, રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશનના સેક્રેટરી પદે, સેરેનીટી ગાર્ડન, લાફીંગ કલબ- સેક્રેટરી પદે, રાજકોટ મશીનરી એન્‍ડ સપ્‍લાય એસોસીએશન સેક્રેટરી પદે, ત્રિમૂર્તિ ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી પદે, લાફીગ કલબ ગૃપ-રાજકોટ શહેરના મહામંત્રી પદે, દિકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ, ઢોલરાના એડવાઇઝરી કમીટી મેમ્‍બર, અમદાવાદ સમસ્‍ત વૈષ્‍ણવ વણિક પરિવારના ઝોન પ્રમુખ  અને રાજકોટ જિલ્લા કન્‍વીનર પદે, રાજકોટ ચેમ્‍બર્સ ઓફ કોમર્સ ઇન્‍ડસ્‍ટ્રીઝના આમંત્રિત કમીટી મેમ્‍બર, પટેલ કુળદેવી મંદિર જસદણ ટ્રેઝરપદે સમપર્ણ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટના મેમ્‍બર પદે વહાલુડીના વિવાહ આયોજનમાં કોર કમીટી મેમ્‍બર પદે, ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઇ, શ્રીમતિ હિરાબેન ચંદુલાલ પટેલવિદ્યાલય, જસદણ , વિવેકાનંદ યુથ કલબ-રાજકોટ, એનજીઓ ફેડરેશન ઓફ રાજકોટ, થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમિતિ-રાજકોટ, ગ્રાહક સુરક્ષા સંગઠન- રાજકોટ કમીટી મેમ્‍બર, ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ, અમદાવાદના મેમ્‍બર છે. 

મોઢ વણિક યુવા ગ્રુપ દ્વારા જ્ઞાતિ રત્‍ન એવોર્ડ, મોઢ વણિક સમાજ ટ્રસ્‍ટ મુંબઇ દ્વારા જ્ઞાતિ સેવા સર્મપણ રત્‍ન એવોર્ડ ર૦ર૦, સ્‍વ. પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે બંને દંપતિનું અભિવાદન કરવામાં આવેલ. ૭૦ વર્ષ પુરા કરી ૭૧ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા  અશ્વિનભાઇ પટેલને તેમના મો. ૯૮૨૫૧ ૯૫૯૫૫  ઉપર જન્‍મ દિનની અભિનંદન વર્ષા થઇ રહી છે. (૩૬-ર)

(9:58 AM IST)