News of Saturday, 5th July 2025
ભાવ, પ્રભાવ અને સ્વભાવથી શ્રેષ્ઠ વસંતભાઇ લીંબાસિયાનો જન્મદિન
કાગદડીથી રાજકોટ શુભત્વથી શોભતી સેવાયાત્રા

રાજકોટ : હૃદયના ભાવ, પરમાર્થના પ્રભાવ અને સેવાર્થી સ્વભાવથી જાણીતા સમાજ સેવા શ્રી વસંતભાઇ લીંબાસિયા પર આજે યશસ્વી જીવનના પાંસઠમાં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્છા અનરાધાર વરસી રહી છે. (જન્મ તા. પ જુલાઇ ૧૯૬૧) તેઓ મૂળ ટંકારા પાસેના કાગદડીના વતની છે. ત્યાં વર્ષો સુધી સરપંચ તરીકે સેવા આપી હતી.
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટના પૂર્વ વિદ્યાર્થી શ્રી વસંતભાઇ લીંબાસિયા, સંતોના અસીમ કૃપાપાત્ર છે. વૃંદાવન ડેરી તેમનું વ્યવસાયિક સોપાન છે.
મોરબી રોડ પર નિર્માણાધીન કન્યા ગુરૂકુળના તેઓ ભૂમિદાતા છે. સરહદે શહીદ થતા સૈનિકોના પરિવારો અને ખેતી વિષયક કારણસર આપઘાત કરતા ખેડૂતોના પરિવારોને ઉપયોગી થવા તેમણે વૃંદાવન ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આજે જન્મદિન સંતોના સંગાથે ઉજવી રહ્યા છે. સંત ખીલવે વસંત... બહારો ફુલ બરસાઓ, આજ વસંતભાઇ કા જન્મદિન આયા હૈ... મો. ૯૯રપ૦ ૧૩ર૧પ રાજકોટ
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
