<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

વીરપુરના વતની અને હાલ અમદાવાદ સ્‍થિત જાણીતા સાઇકલોજીસ્‍ટ પ્રિયંકા મહેતાનો આજે જન્‍મદિવસ

 

 રાજકોટઃ વીરપુર-જલારામના વતની પ્રિયંકા મહેતા અમદાવાદના જાણીતા સાઇકલોજીસ્‍ટ અને મોટિવેશનલ સ્‍પીકર છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ માનસિક આરોગ્‍યના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓએ ખાનગી હોસ્‍પિટલ, સરકારી મેન્‍ટલ હોસ્‍પિટલ અને વિવિધ સંસ્‍થાઓમાં કાઉન્‍સેલિંગની સેવા આપી છે. હાલમાં તેઓ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ સંચાલિત હેલ્‍પલાઇનમાં સાઇકલોજીસ્‍ટ તરીકે કાર્યરત છે. આ હેલ્‍પલાઇન દ્વારા તેઓ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તણાવમુક્‍ત રહેવા માર્ગદર્શન આપે છે.

 પોતાનું જીવન જલારામ બાપાને સમર્પિત કરનારા વીરપુરના રહેવાસી કનકભાઇ જાનીની દીકરી પ્રિયંકાએ કિલિનિકલ સાયકોલોજીમાં એમ.એ. સુધીનો અભ્‍યાસ જેતપુરની બોસમિયા કોલેજમાં કર્યો, ત્‍યારબાદ જેતપુરના વરિષ્ઠ પત્રકાર સુરેન્‍દ્રભાઇ મહેતાના પુત્ર મૌલિક મહેતા સાથે તેમના લગ્ન થયા. મૌલિક મહેતા ગુજરાતના જાણીતા પત્રકાર છે અને તેઓ ટીવીનાઇન ગુજરાતીમાં સિનિયર એસોસિયેટ એડિટર જેવી મહત્‍વની જવાબદારી સંભાળી રહ્યાં છે.  પ્રિયંકા ફ્રીલાન્‍સ કાઉન્‍સેલર તરીકે પણ કામગીરી કરે છે અને સમાજના વિવિધ વર્ગો માટે, ખાસ કરીને યુવાનો અને મહિલાઓ માટે જીવનપ્રેરણા આપતી પ્રવળત્તિઓમાં સતત જોડાયેલી છે.

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીની મહિલા વિંગ તથા યુથ ક્‍લબમાં તેઓ સ્‍થાપક સભ્‍ય તરીકે સક્રિય છે અને રક્‍તદાન કેમ્‍પ, વોકથોન અને જાગળતિ કાર્યક્રમોનું આયોજન કરે છે. આજે, ૫ જુલાઈના શુભ દિવસે પ્રિયંકા મહેતાના જન્‍મદિવસે પરિવારના સભ્‍યો અને મિત્રમંડળ તરફથી શુભેચ્‍છાનો ધોધ વહી રહ્યો છે.

(2:59 PM IST)