<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ટીવીનાઇન ગુજરાતી ન્‍યૂઝ ચેનલના સિનિયર એસોસિએટ એડિટર મૌલિક મહેતાનો જન્‍મદિવસ

 

 રાજકોટઃ ગુજરાતી ઇલેક્‍ટ્રોનિક મીડિયાના જાણીતા પત્રકાર અને એન્‍કર તેમજ હાલ ટીવીનાઇન ગુજરાતી ન્‍યૂઝ ચેનલમાં સિનિયર એસોસિએટ એડિટર તરીકે મહત્‍વની જવાબદારી નિભાવતા મૌલિક મહેતાનો આજે જન્‍મદિવસ છે. તા. ૬-૭-૧૯૮૧ના રોજ જેતપુર શહેરમાં મૌલિક મહેતાનો જન્‍મ થયો હતો. પિતા સુરેન્‍દ્રભાઇ મહેતા પણ વરિષ્ઠ પત્રકાર હોવાથી મૌલિક મહેતાને બાળપણથી જ પત્રકારત્‍વના સંસ્‍કાર અને કૌશલ્‍ય પ્રાપ્ત થયા હતા. વક્‍તળત્‍વ સ્‍પર્ધાઓ અને એકપાત્રિય અભિનય જેવી ઇતર પ્રવળત્તિઓમાં તેમણે ગુજરાતભરમાં અનેકવાર પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે. રાજકોટની ટી.એન. રાવ કોલેજમાંથી BCA નો અભ્‍યાસ કર્યા બાદ તેમણે હીરાણી કોલેજમાંથી પત્રકારત્‍વનો અભ્‍યાસ કર્યો. માત્ર એકવીસ વર્ષની ઉંમરે મૌલિક મહેતા ઈટીવી ગુજરાતી ટીમનો હિસ્‍સો બન્‍યા. ટ્રેની કોપી એડિટર તરીકે શરૂઆત કરીને પોતાના ૨૫ વર્ષના અનુભવમાં આજે તેઓ  અમદાવાદ હેડ ઓફિસમાં સિનિયર એસોસિએટ એડીટર તરીકે મહત્‍વની જવાબાદરી સંભાળી રહ્યાં છે.

 ૨૦૦૭માં જ્‍યારે ટીવીનાઇન ગુજરાતી ન્‍યૂઝ ચેનલની શરૂઆત થઈ, ત્‍યારે તેઓ પાયાના પથ્‍થરો પૈકીના એક હતા. તેમણે કોપી એડિટર અને રિપોર્ટર્સને તાલીમ આપવાનો ભાગ પણ નિભાવ્‍યો. ઇલેક્‍ટ્રોનિક મીડિયામાં એન્‍કર, રિપોર્ટર, બુલેટિન પ્રોડ્‍યુસર,  પ્રોમો રાઇટર, ડિરેક્‍ટર અને ટ્રેનર જેવી વિવિધ જવાબદારીઓ સંભાળી. ટીવીનાઇન ન્‍યૂઝ ચેનલ માટે તેમણે બ્‍ગ્‍ વેન સાથે ૧૦૦થી વધુ ઘટનાઓનું લાઈવ કવરેજ કર્યું છે. પત્રકારત્‍વના ૨૫ વર્ષના ગાઢ અનુભવ દરમિયાન મૌલિક મહેતાએ અનેક નોંધપાત્ર કામગીરીઓ કરી છે. લોકસભા ચૂંટણીમાં એક સાથે ૨૬ બેઠકોની યાત્રા કરીને મેદાનસ્‍ત રિર્પોટિંગ કર્યું હતું. ટીવીનાઇન ગુજરાતમાં વર્ષો સુધી ‘‘ક્રાઈમવોચ'' અને ‘‘ધરતીપુત્ર'' જેવા લોકપ્રિય કાર્યક્રમોમાં એન્‍કરિંગ કરી. ૫૦થી વધુ ચૂંટણીચોરો કાર્યક્રમના લાઇવ શો કર્યા.

 મૌલિક મહેતાએ નરેન્‍દ્ર મોદી, અહેમદ પટેલ, મોરારીબાપુ, અમિત શાહ, શ્રી શ્રી રવિશંકર, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સહિત અનેક પ્રખ્‍યાત હસ્‍તીઓના ઇન્‍ટરવ્‍યૂ લીધા છે. કાશ્‍મીરમાં થયેલા હુમલા બાદ તેમણે ત્‍યાં જઈ પરિસ્‍થિતિનું તાત્‍કાલિક આવલોકન કર્યું અને મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલાહનો ઇન્‍ટરવ્‍યૂ કર્યો. ગુજરાતી મીડિયામાં ‘‘વોક ધ ટોક'' શૈલીની શરૂઆત કરનાર પત્રકાર તરીકે પણ મૌલિક મહેતા જાણીતા છે. માઇકા, પારુલ યુનિવર્સિટી જેવી અનેક સંસ્‍થાઓમાં તેમણે પત્રકારત્‍વના વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારીઓને ઇલેક્‍ટ્રોનિક મીડિયા વિષે તાલીમ આપી છે. સ્‍વામી વિવેકાનંદને પોતાના આદર્શ માનતા મૌલિક મહેતા માને છે કે દરેક વ્‍યક્‍તિને ઈશ્વરે એક એવી શક્‍તિ આપી છે - જે શ્રેષ્ઠ અને વિશિષ્ટ છે. જરૂર છે તો માત્ર એને ઓળખવાની અને વિકાસ સાધવાની. હાલ તેમના જન્‍મદિવસ નિમિતે ૯૯૦૯૯ ૪૧૫૫૧ પર શુભેચ્‍છાઓનો ધોધ વહેતો જોવા મળી રહ્યો છે.

(4:11 PM IST)