News of Wednesday, 9th July 2025
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના મહામંત્રી સંજયભાઇ દવેનો જન્મદિન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૯: મહામંત્રીશ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ - પ્રમુખશ્રી સિમેન્ટ એસોસિએશન ગુજરાત - ભાજપ પ્રભારી વોર્ડ નં ૮ રાજકોટ ર્ંસંજયભાઇ જી. દવેનો આજે જન્મદિન છે. મૂળ વતન ડેરી વડાળા હાલ રાજકોટ નિવાસી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના મહામંત્રી તથા પ્રમુખશ્રી સિમેન્ટ એસોસિએશન ગુજરાત તથા ભાજપ પ્રભારી વોર્ડ નં ૮ તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા જ્ઞાતિ સેવક સંજયભાઈ દવે તારીખ ૯/૭/૧૯૭૯ ના રોજ જન્મેલા ે ૪૭ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે એમના જન્મદિવસ નિમિત્તે તેમનું જીવન સુખમય આરોગ્યપ્રદ અને આનંદપ્રિય રહે અને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે અને સમાજસેવામાં કાયમ તત્પર રહે એવી દેવાધિદેવ મહાદેવને હ્દય પૂર્વકની પ્રાર્થના સહ જન્મદિવસ નિમિત્તે મો. ૯૯૨૫૦ ૦૪૫૪૪ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
