તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 11th July 2025
મોરબી રઘુવંશી સમાજના સેવાભાવી મહેશભાઇ રાજાનો જન્મદિન

મોરબી-પડધરી, તા.૧૧: મોરબી રઘુવંશી પ્રમુખ સેવક એવા નિઃસ્વાર્થ, કોઇપણ અપેક્ષા વગર, કોઇપણ મહત્વકાંક્ષા વિના, સમાજ સેવામાં અગ્રેસર રઘુવંશી સમાજશ્રેષ્ઠી મહેશભાઇ રાજાનો આજે જન્મદિન છે.
સમાજમાં સગપણ કરાવવાવાળા વડીલો ધીરે-ધીરે ઘટતા જાય છે ત્યારે સમાજને સૌથી મુંઝવતો પ્રશ્ન પોતાના સંતાનો માટે યોગ્ય જીવનસાથીની સમયસર પસંદગીનો છે ત્યારે સેવા, સમાજભાવના, સમર્પણ, સમજણ અને સદભાવનાના ભાવથી મોરબી પુરતુ સિમિત ન રહેતા તેઓ રાજકોટમાં પણ દર રવિવારે સ્વ.ખર્ચે તમામ મેરેજ બ્યુરો સાથે સંકલનમાં રહી સેવા આપી રહેલ છે. મોરબીમાં પણ અનેક સેવા સંસ્થાઓ સાથે જોડાય સેવા આપી રહેલ છે. આજે મહેશભા રાજાના મો.નં.૯૮૭૯૫ ૫૩૦૦૦ ઉપર જન્મદીને શુભેચ્છા વર્ષા થઇ રહી છે.(૨૩.૧૫)
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
